Atmadharma magazine - Ank 376
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 46 of 47

background image
જ્યાં શ્રી નેમપ્રભુએ આત્મસાધના પૂર્ણ
કરી અને જગતને પરમ વૈરાગ્યથી ભરેલા
આત્મહિતનો ઈષ્ટઉપદેશ આપ્યો....
વાહ ગીરનાર વાહ! ૭૨,૦૦૦૦૭૦૦ બોંતેર કરોડને સાતસો
મોક્ષગામી જીવોની ચરણરજને તારા શિરે ચડાવીને તું પણ જગપૂજ્ય
બન્યો છે. કરોડો મુનિવરોની આત્મસાધનાને તેં નજરે દેખી છે. તારી
ઉન્નત્તિ વડે તું અમને પણ નેમિનાથપ્રભુના ઉન્નત્તમાર્ગની પ્રેરણા આપી
રહ્યો છે. નેમિનાથપ્રભુના સાન્નિધ્યને લીધે તું પણ શ્યામવર્ણથી શોભી
રહ્યો છે. તારા મસ્તકના મુગટ જેવી જે પાંચમી ટૂંક, તેમાં નેમિજિન
મુગટમણિ જેવા શોભી રહ્યા છે. ધન્ય છે તને–કે તું ભગવાનના
ભાવમંગળને ઝીલીને ક્ષેત્રમંગલ બન્યો છે...ને જગતના જીવોને
મંગલમાર્ગની પ્રેરણા આપી રહ્યો છે.
जय गीरनार