: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
૫૫. શિવ વગર શક્તિનો વ્યાપાર થઈ શકતો નથી, ને શક્તિ વગરના શિવ કાંઈ કરી
શકતા નથી; બંનેનું મિલન થતાં મોહનો વિલય થઈને સકળ જગતનો બોધ
થાય છે. (ગુણ–ગુણી સર્વથા જુદા રહીને કંઈ કાર્ય કરી શકતા નથી; બંને અભેદ
થઈને જ કાર્ય કરી શકે છે,–એમ વસ્તુસ્વરૂપ અને જૈનસિદ્ધાંત છે.)
૫૬. તારો આત્મા જ્ઞાનમય છે, તેના ભાવને જ્યાં સુધી નથી દેખ્યો ત્યાંસુધી ચિત્ત
બિચારું દગ્ધ અને સંકલ્પ–વિકલ્પ સહિત અજ્ઞાનરૂપ વર્તે છે.
૫૭. નિત્ય નિરામય જ્ઞાનમય પરમાનંદસ્વભાવરૂપ ઉત્કૃષ્ટ આત્મા જેણે જાણી લીધો
તેને અન્ય કોઈ ભાવ રહેતો નથી. (અર્થાત્ અન્ય સમસ્ત ભાવોને તે પારકા
સમજે છે.)
૫૮. અમે એક જિનને જાણ્યા ત્યાં અનંત દેવને જાણી લીધા; એને જાણ્યા વિના
મોહથી મોહિત જીવ દૂર ભમે છે.
૫૯. કેવળજ્ઞાનમય આત્મા જેના હૈડામાં વસે છે, તે ત્રણલોકમાં મુક્ત રહે છે, ને તેને
પાપ લાગતું નથી.
૬૦. બંધનના હેતુને જે મુનિ ચિંતવતો નથી, કહેતો નથી કે કરતો નથી (અર્થાત્
મનથી–વચનથી–કાયાથી બંધના હેતુને સેવતો નથી) તે જ કેવળજ્ઞાનથી સ્ફૂરિત
શરીરવાળો પરમાત્મ–દેવ છે.
૬૧. જ્યાં અભ્યંતર ચિત્ત મેલું છે ત્યાં બહારના તપથી શું ફાયદો? માટે હે ભવ્ય!
ચિત્તમાં કોઈ એવા નિરંજન તત્ત્વને ધારણ કર–કે જેથી તે મેલથી મુક્ત થઈ જાય.
૬૨. વિષય–કષાયોમાં જતા મનને પાછું વાળીને નિરંજન તત્ત્વમાં સ્થિર કરો.–બસ!
આટલું જ મોક્ષનું કારણ છે; બીજા કોઈ તંત્ર કે મંત્ર મોક્ષનાં કારણ નથી
૬૩. અરે જીવ! ખાતાં પીતાં પણ જો તું શાશ્વત મોક્ષને પામી જા તો, ભટ્ટારક
ઋષભદેવે સકળ ઈન્દ્રિયસુખોને કેમ છોડ્યા?
૬૪. હે વત્સ! જ્યાંસુધી તારું ચિત્ત નિરંજન પરમતત્ત્વ સાથે સમરસ–એકરસ નથી
થતું ત્યાંસુધી જ દેહવાસના તને સતાવે છે.
૬૫. જેના મનમાં, સર્વે વિકલ્પોને હણનારું જ્ઞાન સ્ફૂરતું નથી, તે બીજા બધા ધર્મો કરે
તોપણ નિત્ય સુખને ક્્યાંથી પામે?
૬૬. સકળ ચિંતાઓને છોડીને જેના મનમાં પરમપદનો નિવાસ થયો તે જીવ આઠે
કર્મોને હણીને પરમ ગતિને પામે છે.