: ૧૬ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
• ચેતન અને કાયા
•
(શ્રીગુરુ ન્યાય કરીને તેનો ફેંસલો આપે છે.)
ચેતનમય આત્મા, અને પુદ્ગલમય શરીર,–એ બંનેનું સ્વરૂપ એકબીજાથી તદ્ન
જુદું જ છે. અનાદિ કર્મસંયોગે આત્મા અને શરીર એકક્ષેત્રે ભેગા રહ્યા હોવા છતાં
બંનેનું પરિણમન સ્વતંત્ર જુદેજુદું છે. અનાદિથી અજ્ઞાની એક શરીરને છોડીને બીજી
ગતિમાં જાય છે પણ શરીર કાંઈ તેની સાથે નથી જતું.–આવી ભિન્નતાને નહિ જાણનારો
એક અજ્ઞાની, શરીરને પોતાનું માનીને મરતાં પણ તેને સાથે રાખવા માંગે છે ને
શરીરને વિનવે છે કે હે શરીર! તું મારી સાથે ચાલ!
* પણ કાયા ના પાડે છે કે હું બળી જઈશ, પણ તારી સાથે નહિ આવું.
* આત્મા કહે છે કે હે કાયા! મેં જીવનભર તારું પોષણ કર્યું, તારા ખાતર અનેક
પાપો કર્યાં, માટે હવે મારી સાથે જરૂર ચાલ.
* શરીર કહે છે કે ના; મારો તો એવો જ સ્વભાવ છે કે જીવની સાથે ન જવું; જુદા
જ રહેવું.
–આમ જીવ અને શરીર બંને વાદવિવાદ કરતાં કરતાં વાદી અને પ્રતિવાદીરૂપે
શ્રીગુરુ પાસે આવ્યા અને સામસામે પોતપોતાની દલીલો રજુ કરીને ન્યાય માંગ્યો.
ત્યારે શ્રીગુરુએ બંને પક્ષની દલીલો સાંભળીને સત્ય ન્યાય આપ્યો.–શું ન્યાય આપ્યો?
તે આપ આ કાવ્યમાં વાંચશો.
ચેતન અને કાયાના વાદવિવાદરૂપે આ રોચક અને બોધપ્રેરક પદરચના કવિ
શ્રી છોટેલાલજી જૈન દ્વારા રચિત છે. આ રચના બાળકો નાટકરૂપે પણ ભજવી શકે
તેવી છે, તેના સંવાદો આકર્ષક છે. સોલાપુરના કંકુબાઈ શ્રાવિકાશ્રમની બાળાઓએ
આ સંવાદ નાટકરૂપે ભજવ્યો હતો, અમે મરાઠી–‘सन्मति’ પત્રિકામાંથી તે સાભાર
અહીં આપીએ છીએ. બાળકો, તમે પણ આ સંવાદ નાટકરૂપે ભજવશો તો સૌને
આનંદ થશે. (–સં.)