કાળમાં આવા વનજંગલમાં રહીને અનેક મુનિઓ કારણ પરમાત્માને ધ્યાવતા હતા...ને
કેવળજ્ઞાન પામીને મોક્ષ પામતા હતા. દરેક આત્મા પોતે આવો કારણપરમાત્મા છે.
જ્યારે અંતર્મુખ થઈને પોતે પોતાનું ધ્યાન કરે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. અંતરમાં
કારણપરમાત્માને ધ્યાવી–ધ્યાવીને જ અનંતા જીવો સિદ્ધ થયા છે ને થશે.
ચૂલગિરિ જેવો કારણ પરમાત્મા છે, તેના સ્વભાવમાંથી કોતરીને સિદ્ધપદ પ્રગટે છે,
સિદ્ધપદ બહારથી નથી આવતું. સનતકુમાર અને મઘવા એ બે ચક્રવર્તીઓ છ–છ ખંડના
રાજને ક્ષણમાત્રમાં છોડીને મુનિ થયા ને આત્માને ધ્યાવીને અહીંથી સિદ્ધપદ પામ્યા; એ
જ રીતે દસ કામદેવ અને કરોડો મુનિવરો પણ અહીંથી સિદ્ધપદ પામ્યા; તે બધાય
અંદરમાં કારણ હતું તેને ધ્યાવીને જ કાર્યપરમાત્મા (સિદ્ધ) થયા છે. અને તેની પ્રતીત
કરતાં આ જીવને પણ સ્વભાવમાં અંતમુર્ખતા થઈને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
સિદ્ધિનો માર્ગ પ્રગટ થાય છે. આવા માર્ગથી અનંતા જીવો સિદ્ધપુરીમાં પહોંચ્યા છે; ને
અત્યારે પણ એ માર્ગ ચાલી જ રહ્યો છે.
શ્રોતાઓ એકતાન થઈને આનંદપૂર્વક ઝીલી રહ્યા છે: અહા! જાણે સિદ્ધભક્તિનો
શાંતરસ વહી રહ્યો છે...)
સિદ્ધપદનો આદર કર્યો તેણે સંયોગની અને વિકારની બુદ્ધિ છોડીને ઉત્કૃષ્ટ
ચૈતન્યસ્વભાવમાં આરોહણ કર્યું. એ જ સિદ્ધ–વર–કૂટની યાત્રા છે.
જવાબદારી સહિત કહે છે કે હે સિદ્ધભગવંતો! મારા આંગણે પધારો....