: ૩૨ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
આવો આવો શ્રી સિદ્ધભગવાન અમ ઘેર આવો રે...
રૂડા ભક્તિવત્સલ ભગવંત નાથ! પધારો ને...
અંતર્મુખ કરી મુજ જ્ઞાન તુજને વંદું રે...
મારા અંતરે સિદ્ધભગવાન જોઈ–જોઈ હરખું રે...
મારા આત્મામાંથી હું વિકારને કાઢી નાંખીને આપને જ સ્થાપું છું,–હે નાથ!
પધારો મારા અંતરે! નિર્મળ શ્રદ્ધા–જ્ઞાનરૂપ મારા અંતરના આંગણે આપને બિરાજમાન
દેખીને હું આનંદિત થાઉં છું. આ રીતે સાધક ધર્માત્મા પોતાના આંગણે સિદ્ધભગવાનને
પધરાવીને પોતે પણ સિદ્ધપદને સાધે છે. એ જ સિદ્ધિધામની અપૂર્વ યાત્રા છે.
વિવિધ સમાચાર
* પૂ. ગુરુદેવ સુખશાંતિપૂર્વક વિચરી રહ્યા છે. જુનાગઢ પછી ભોપાલ–ખુરઈ અને
સનાવદમાં શ્રી જિનબિંબપ્રતિષ્ઠા થયેલ છે. આ રીતે માહ માસમાં ચાર ઠેકાણે
જિનબિંબપ્રતિષ્ઠા થયેલ છે. હવે ચૈત્ર માસમાં બેંગ્લોરમાં પ્રતિષ્ઠામહોત્સવ થશે. ત્યારબાદ
ગુરુદેવ મુંબઈ–અમદાવાદ પધારશે. આ વખતે હું પૂજ્ય ગુરુદેવ સાથે પ્રવાસમાં સામેલ
થયેલ નથી તેથી દરેક સ્થાનના વિગતવાર સમાચારો આપવાનું બની શક્્યું નથી. જે–જે
સ્થાનેથી વિગતવાર સમાચારો કે ફોટાઓ પ્રાપ્ત થશે તેનો યોગ્ય ઉપયોગ કરીશું.–સંપાદક
* દ્રોણગીરી–સિદ્ધક્ષેત્ર: બુદેલખંડના આ સિદ્ધક્ષેત્રમાં તા. ત્રીજી માર્ચે ઇંદોરનું
અને ગુજરાતનું–એમ બંને ધર્મચક્રનું મિલન થતાં વીસહજાર જેટલા યાત્રિકોને ઘણો હર્ષ
થયો; મહાવીર–ધર્મચક્રના સ્વાગતનું ઉલ્લાસપૂર્ણ જુલુસ નીકળ્યું હતું. ગુરુદત્તમુનિના
મોક્ષધામમાં બે ધર્મચક્રના મિલનનો આ પહેલો જ પ્રસંગ હતો. આ પ્રસંગે ભાઈ શ્રી
બાબુભાઈના હસ્તે મહાવીરપ્રભુના ધર્મસ્તંભનું શિલાન્યાસ પણ થયું હતું. બીજા પણ
અનેક સ્થળેથી ધર્મચક્રના ભાવભીના સ્વાગતના સમાચારો આવેલા છે. સાગર શહેરમાં
ગુરુદેવના તથા ગુજરાતના ધર્મચક્રના સ્વાગતમાં હજારો માણસોએ ઘણા ઉમંગથી ભાગ
લીધો હતો. શ્રી ભગવાનદાસજી શેઠને ધર્મપ્રભાવના માટે ઘણો ઉત્સાહ હતો.
* સોનગઢમાં કહાન રાહત કેન્દ્ર ચાલે છે. ચારસો જેટલી ગાયો કારમી
પરિસ્થિતિ વચ્ચે જીવી રહી છે. તેમને જીવાડવા પૂરતો ઘાસચારો આપવાની જરૂર છે; ને
હવે માત્ર ત્રણેક માસ ખાસ ધ્યાન રાખવા જેવું છે. તો ઉદારદિલ મુમુક્ષુઓ આ
બાબતમાં ધ્યાન આપશે એવી આશા છે. રકમ કે ડ્રાફટ વગેરે મોકલવાનું સરનામું
શ્રી કહાનરાહતકેન્દ્ર ટ્રસ્ટ, સોનગઢ ()