તારી વાણી સુણતાં ભવ્યો, મુક્તિપંથે દોડે...
ચેતનરસનો સ્વાદ ચાખે ત્યાં રાજપાટ સબ છોડે...
બેટા! જન્મ તુમારો રે, જગતને મંગલકારી રે...
જાગે ભાવના માતા મુજને ક્યારે બનું વીરાગી...
બંધન તોડી રાગતણાં સૌ બનું પરિગ્રહ ત્યાગી...
માતા! દરશન તારા રે જગતને આનંદ કરનારા...
બેટા, તું તો બે જ વરસનો, પણ ગંભીરતા ભારી,
ગૃહવાસી પણ તું તો ઉદાસી, દશા મોહથી ન્યારી...
બેટા! જન્મ તુમારો રે...જગતને આનંદ દેનારો...
માતા! તું તો છેલ્લી માતા, માત બીજી નહિ થાશે,
રત્નત્રયથી કેવળ લેતાં જન્મ–મરણ દૂર જાશે...
માતા! દરશન તારા રે જગતને આનંદ કરનારા...
બેટા, તું તો જગમાં ઉત્તમ આત્મ–જીવન જીવનારો..
દિવ્યધ્વનિનો સંદેશ દઈને મુક્તિમાર્ગ ખોલનારો..
બેટા...ધર્મ તુમારો રે જગતનું મંગલ કરનારો..