Atmadharma magazine - Ank 378
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 83

background image
: ૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૧
ભગવાન મહાવીરનો ઈષ્ટ ઉપદેશ ભેદજ્ઞાનવડે સર્વત્ર વીતરાગતા જ
કરાવે છે.
બેટા વર્દ્ધમાન! તારી વાત સત્ય છે. સ્વર્ગેથી તારું આગમન થયું ત્યારથી
અંતર અને બાહ્ય વૈભવ વૃદ્ધિગત થવા લાગ્યો છે....મારા અંતરમાં આનંદની
અપૂર્વ સ્ફુરણા થવા લાગી છે....મને તારા આત્માનો સ્પર્શ થયો ત્યારથી
આરાધકભાવ શરૂ થઈ ગયો છે, ને એક ભવે હું પણ તારી જેમ મોક્ષને
સાધીશ.
અહો, ધન્ય માતા! મારી માતા તો આવી જ શોભે. માતા, તારી વાત
સાંભળીને મને આનંદ થાય છે. હું આ ભવમાં જ મોક્ષને સાધવા અવતર્યો
છું, તો મારી માતા પણ મોક્ષને સાધનારી જ હોય ને!
બેટા, તું તો આખા જગતને મોક્ષમાર્ગ દેખાડનાર છો; તારા પ્રતાપે તો જગતના
ભવ્ય જીવો આત્માને જાણશે, ને મોક્ષમાર્ગને પામશે. –તો હું તારી માતા કેમ
બાકી રહું? હું પણ જરૂર મોક્ષમાર્ગે આવીશ. બેટા, તું ભલે આખા જગતનો
નાથ.....પણ મારો તો પુત્ર! તને આશીર્વાદ આપવાનો તો મારો હક્ક છે.
વાહ માતા! તારું હેત અપાર છે...માતા તરીકે તું પૂજ્ય છો....તારું વાત્સલ્ય
જગતમાં અજોડ છે.–
માતા મારી મોક્ષસાધિકા ધન્ય ધન્ય છે તુજને.....
તુજ હૈયાની મીઠી આશીષ વહાલી લાગે મુજને....
માતા! દરશન તારા રે...જગતને આનંદ કરનારા...
બેટા, તારો અદ્ભુત મહિમા સમ્યક્ હીરલે શોભે...
તારા દર્શન કરતાં ભવ્યો, મોહનાં બંધન તોડે....
બેટા! જન્મ તુમારો રે જગને આનંદ દેનારો....
માતા! તારી વાણી મીઠી, જાણે ફૂલડાં ખરતાં....
તારા હઈડે હેત–ફૂવારા ઝરમર–ઝરમર ઝરતાં....
માતા! દરશન તારા રે....જગતને આનંદ કરનારા...
(વાહ બેટા! તારી વાણી તો અદ્ભુત છે
ને ભવ્ય જીવોને મોક્ષનો માર્ગ દેખાડનાર છે.)