: ચૈત્ર : ૨૫૦૧ આત્મધર્મ : ૭ :
અહો સર્વજ્ઞ મહાવીર! આપ મોક્ષમાર્ગના નેતા છો....વિશ્વના જ્ઞાતા છો.
નાનકડા બાલતીર્થંકર વર્દ્ધમાનકુંવર અંતરમાં તો ચૈતન્યની
અનુભૂતિના આનંદઝુલે ઝૂલતા ’ તા....બહારમાં ત્રિશલામાતા એમને
દિવ્ય પારણે ઝુલાવતા ’ તા; એ વીરકુંવરને દેખીદેખીને એનું હૈયું કેવું ઠરતું
હતું! ને માતા–પુત્ર આનંદથી કેવી અવનવી વાતું કરતા હતા! તેનો નમુનો
ભગવાનના જન્મની ચૈત્ર સુદ તેરસના પ્રસંગે અહીં રજુ થાય છે...માતા–
પુત્રની અનેરી ચર્ચાથી સૌને ઘણો આનંદ થશે. (બ્ર. હ. જૈન)
• માતાજી બેઠા છે, ત્યાં પારણામાંથી મંગલવાજાં જેવો મધુર અવાજ
સંભળાય છે–મા...ઓ...મા!
• માતા આશ્ચર્યથી જવાબ આપે છે: હાં, બેટા વર્દ્ધમાન! બોલિયે.
• મા, શુદ્ધાત્મતત્ત્વનો મહિમા કેવો અગાધ છે! તેની તને ખબર છે?
•
અગાધ મહિમા મેં જાણી લીધો.
• આત્માનો કેવો મહિમા જાણ્યો! મા, મને કહો.
• બેટા, જ્યારથી અહીં આકાશમાંથી રત્નવૃષ્ટિ થવા માંડી, જ્યારથી મેં
દિવ્ય ૧૬ સ્વપ્નો દેખ્યા, ને તે સ્વપ્નના અદ્ભુત ફળ જાણ્યા ત્યારથી
મને થયું કે અહા, જેનાં પુણ્યનો આવો આશ્ચર્યકારી પ્રભાવ....તે
આત્માની પવિત્રતાની શી વાત! એવો આરાધક આત્મા મારા ઉદરમાં
બિરાજી રહ્યો છે. –એમ અદ્ભુત મહિમાથી આત્માના આરાધકભાવનો
વિચાર કરતાં કોઈ અચિંત્ય આનંદસહિત શુદ્ધાત્મતત્ત્વ મને ભાસ્યું.
બેટા મહાવીર! એ બધો તારો જ પ્રતાપ છે.
• અહો માતા! તીર્થંકરની માતા થવાનું મહાભાગ્ય તને મળ્યું; તું
જગતની માતા કહેવાણી. ચૈતન્યના અદ્ભુત મહિમાને જાણનારી હે
માતા! તું પણ જરૂર મોક્ષગામી છો.