: ૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૧
સ્વાનુભૂતિ સહિત અવતરેલા ભગવાન મહાવીરે જગતને સ્વાનુભૂતિનો માર્ગ બતાવ્યો
થયેલી મારી જ્ઞાનચેતનાને જ્યાં રાગ સાથેય સંબંધ નથી ત્યાં બહારમાં બીજા
કોઈ સાથે સંબંધ કેવો? –આ રીતે ધર્મીજીવ પોતાની જ્ઞાનચેતનામાં કોઈપણ
પરભાવને ભેળવતો નથી; શુદ્ધજ્ઞાનઉપયોગરૂપે પરિણમતો–પરિણમતો તે
મોક્ષના મહાન આનંદને સાધે છે.
–આ છે મોક્ષનો મંગલ ઉત્સવ. –આ જ છે વીરપ્રભુનો મુક્તિમાર્ગ.
પરમાત્મા તેડાવે છે....ને સંતો આનંદિત થાય છે
જાણે કે સાક્ષાત્ પરમાત્માએ બોલાવ્યા હોય ને તેમને મળવા માટે જતા
હોય–તેમાં કેટલો આહ્લાદ હોય!! તેમ સ્વભાવની ભાવનામાં સાધકને પરમ
આહ્લાદ છે. એક સાધારણ રાજા મળવા માટે તેડાવે તોય લોકો કેવા ખુશી
થાય છે? ત્યારે અહીં તો અંદરમાં ભગવાન ભેટવા બોલાવે છે કે: આવો
આવો! આ આનંદમય ચૈતન્યધામમાં આવો! આવા ચૈતન્યના અનુભવમાં
એકલો આનંદનો આહ્લાદ જ ભર્યો છે. વાહ! ભગવાનના તેડાની આ વાત
સાંભળતાં પણ શ્રોતાઓ કોઈ અનેરો ઉલ્લાસ અનુભવે છે.
શુદ્ધ આનંદસ્વભાવનો જે ખરેખરો ઉલ્લાસ ને ઉમંગ આવવો જોઈએ, તે
ઉલ્લાસ અજ્ઞાનીને નથી આવતો તેથી તે બીજે અટકી જાય છે; જો ખરો
ઉલ્લાસ અને ઉમંગ આવે તો અનુભવ થયા વિના રહે નહિ. ચૈતન્યભગવાન
આનંદામૃતનો વેલો છે. આવી અદ્ભુત પોતાની સ્વવસ્તુ પ્રત્યે અસંખ્યપ્રદેશો
ઉલ્લસે ત્યાં પરિણતિ વિભાવથી પાછી ફરી જાય છે, સ્વાનુભવ થાય છે; તે
સ્વાનુભવમાં તેને પરમાત્માની પ્રાપ્તિ છે.–આવા સ્વાનુભવનું નામ
પરમાત્માની સ્તુતિ છે. ચૈતન્યના અનુભવના મહા સામર્થ્યવડે મોહનો ક્ષય
કરી નાંખે છે, તે પરમાત્માની ઉત્કૃષ્ટ સ્તુતિ છે; અલ્પકાળમાં તે સ્વયં
પરમાત્મા થાય છે. તે સાધકને પરમાત્માના તેડા આવી ગયા છે.
નિર્વિકલ્પધ્યાનવડે સાક્ષાત્ પરમાત્મા સાથે તેનું મિલન થાય છે. અહા,
ભગવાનના મિલનના આનંદની શી વાત!
(ગુરુદેવના પ્રવચનમાંથી)