કરો. પરીક્ષા કરવા માટે આચાર્યદેવે એક વિદ્યાના મંત્રમાં વધારે અક્ષરો
આપ્યા હતા ને બીજામાં ઓછા અક્ષરો આપ્યા હતા. બંને મુનિઓને વિદ્યા
સિદ્ધ થતાં બે દેવીઓ દેખાણી, પણ તેમાં એકના દાંત બહાર નીકળેલા હતા,
ને બીજા કાણી હતી. તેને જોઈને મુનિઓએ વિચાર્યું કે ‘દેવતાઓ કદી
વિકૃતાંગ હોતાં નથી’ માટે જરૂર વિદ્યાના મંત્રમાં કંઈક ફેર છે. મહાસમર્થ
એવા તે મુનિવરોએ મંત્રાક્ષરો સરખા કર્યા, જેમાં વધારે અક્ષરો હતા તે
કાઢી નાંખ્યા, ને જેમાં ઓછા અક્ષરો હતા તે પૂરા કર્યા. પછી તે મંત્ર પઢતાં
બંને દેવીઓ સરખા રૂપમાં દેખાણી, ભગવાન ધરસેનાચાર્યદેવ પાસે જઈને
તેઓએ વિનયપૂર્વક સમસ્ત વૃતાંત કહેતાં આચાર્યદેવે સંતુષ્ટ થઈને તેમને
ભગવાનની સીધી પરંપરાથી ચાલ્યું આવેલું અગાધ શ્રુતજ્ઞાન ભણાવવું
શરૂ કર્યું, ને અષાડ સુદ અગીયારસે સવારે ગ્રંથ સમાપ્ત થતાં ભૂત જાતના
વ્યંતરદેવોએ આવીને વાજિંત્રનાદપૂર્વક તે બંનેની પૂજા કરી. ભૂત નામના
દેવોએ પૂજા કરી તેથી ધરસેનાચાર્યદેવે એકનું નામ ‘ભૂતબલિ’ રાખ્યું,
અને બીજા મુનિના દાંત દેવોએ સરખા કરી દીધા તેથી તેનું નામ ‘પુષ્પદંત’
રાખ્યું. અને એ રીતે ધરસેનાચાર્યદેવે શ્રુતજ્ઞાન ભણાવીને તરત તે પુષ્પદંત
અને ભૂતબલિ મુનિવરોને ત્યાંથી વિદાય આપી.
ચતુર્વિધ સંઘે તે શ્રુતજ્ઞાનના મહિમાનો ભારે મોટો ઉત્સવ કર્યો; એ રીતે
વીતરાગી સંતોએ શ્રુતજ્ઞાનનો પ્રવાહ વહેતો રાખ્યો. તેનો આજે દિવસ છે.
મોહરહિત વીતરાગી પુરુષોએ રચેલી આ વાણી છે. સર્વજ્ઞ ભગવાનની
પરંપરાથી ચાલ્યું આવેલું આવું શ્રુતજ્ઞાન ટકી રહ્યું તેથી ચતુર્વિધ સંઘે ભેગા
થઈને અંકલેશ્વરમાં ઘણા જ મોટા મહોત્સવપૂર્વક જેઠ સુદ પાંચમે
શ્રુતજ્ઞાનનું બહુમાન કર્યું, ત્યારથી આ દિવસ ‘શ્રુતપંચમી’ તરીકે પ્રસિદ્ધ
થયો, અને દર વર્ષે તે ઉજવાય છે. અત્યારે તો