: ચૈત્ર : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
* હે પ્રભો! આપનું અનેકાન્તશાસન સર્વેજીવોને માટે ભદ્રકારી છે. *
ભદ્રબાહુ એ પાંચ શ્રુતકેવલી ભગવંતો ૧૬૨ વર્ષમાં અનુક્રમે થયા.
ત્યારપછી બાર અંગનું જ્ઞાન પરંપરા ઘટતું–ઘટતું ચાલ્યું આવતું હતું. અને
તેનો કેટલોક ભાગ ધરસેનાચાર્યદેવને ગુરુપરંપરાથી મળ્યો હતો. મહાવીર
ભગવાન મોક્ષ પધાર્યા બાદ ૬૮૩ વર્ષે ધરસેનાચાર્યદેવ થયા. તેઓ
સૌરાષ્ટ્રના ગીરનારપર્વતની ચંદ્રગૂફામાં બિરાજતા હતા, તેઓ અષ્ટાંગ
મહાનિમિત્તના જાણનાર અને ભારે શ્રુતવત્સલ હતા. ભગવાનની
પરંપરાથી ચાલ્યા આવેલા શ્રુતના વિચ્છેદનો ભય થતાં તેમણે મહિમા–
નગરીમાં ધર્મોત્સવ નિમિત્તે ભેગા થયેલા દક્ષિણના આચાર્યો ઉપર એક
લેખ મોકલ્યો; તે લેખદ્વારા ધરસેનાચાર્યદેવના આશયને સમજીને તે
આચાર્યોએ શાસ્ત્રના અર્થને ગ્રહણ–ધારણ કરવામાં સમર્થ, મહા વિનયવંત,
શીલવંત એવા બે મુનિઓને ધરસેનાચાર્યદેવ પાસે મોકલ્યા; ગુરુઓ દ્વારા
મોકલવાથી જેમને ઘણી તૃપ્તિ થઈ છે, જેઓ ઉત્તમ દેશ, ઉત્તમ કુળ અને
ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થયેલા છે, સમસ્ત કળાઓમાં પારંગત છે, એવા તે
બંને મુનિવરો ત્રણવાર આચાર્યભગવંતોની આજ્ઞા લઈને ધરસેનાચાર્યદેવ
પાસે આવવા નીકળ્યા.
જ્યારે તે બંને મુનિવરો આવી રહ્યા હતા ત્યારે, અહીં
ધરસેનાચાર્ય દેવે રાતના પાછલા ભાગમાં એવું શુભ સ્વપ્ન જોયું કે બે મહા
સુંદર સફેદ બળદ ભક્તિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈને નમ્રપણે ચરણોમાં નમી
રહ્યા છે. –આ પ્રકારનું મંગલ સ્વપ્ન દેખવાથી સંતુષ્ટ થઈને આચાર્યદેવે
‘जयवंत हो श्रुतदेवता’ એવા આશીર્વાદનું ઉચ્ચારણ કર્યું.
તે જ દિવસે પૂર્વોક્ત બંને મુનિવરો આવી પહોંચ્યા, ને ભક્તિપૂર્વક
આચાર્યદેવના ચરણોમાં વંદનાદિ કર્યા. મહાધીર ગંભીર અને વિનયની
મૂર્તિ એવા તે બંને મુનિઓએ ત્રીજે દિવસે ધરસેનાચાર્યદેવ પાસે
વિનયપૂર્વક નિવેદન કર્યું કે પ્રભો! આ કાર્યને માટે અમે બંને આપના
ચરણકમળમાં આવ્યા છીએ. તેઓએ આવું નિવેદન કર્યું ત્યારે ‘બહુ સારું,
કલ્યાણ હો’ એમ આચાર્યદેવે આશિષવચન કહ્યા.
ત્યારબાદ, જો કે શુભસ્વપ્ન ઉપરથી જ તે બંને મુનિઓની
વિશેષતા જાણી લીધી હતી છતાં ફરીને પરીક્ષા કરવા માટે, ધરસેનાચાર્યદેવે
તે બંને સાધુઓને