: ૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૧
અહો સર્વજ્ઞ મહાવીર! આપ મોક્ષમાર્ગના નેતા છો....વિશ્વના જ્ઞાતા છો.
તેમનાથી જુદો જ્ઞાન ને આનંદસ્વરૂપ છે; આવા આત્માને જાણ્યે–માન્યે
અનુભવ્યે જ દુઃખ ટળીને શાંતિ–સમાધિ થાય છે.
મુનિવરો અને આચાર્યભગવંતો મુમુક્ષુ જીવોના ધર્મપિતા છે;
બહિરાત્મ જીવોને અજ્ઞાનથી ભાવમરણમાં મરતા દેખીને તેઓને કરુણા
આવે છે કે અરેરે! ચૈતન્યને ચૂકીને મોહથી જગત્ મૂર્છાઈ ગયું છે! તેને
પોતાના આત્માની સુધ–બુધ રહી નથી. અરે! ચૈતન્યભગવાનને આ શું
થયું કે જડ–કલેવરમાં મૂર્છાઈ ગયો? અરે જીવો! અંતરમાં પ્રવેશ કરીને
જુઓ...તમે તો ચિદાનંદસ્વરૂપ અમર છો.
જેમ રાજા પોતાને ભૂલીને એમ માને કે હું ભીખારી છું, તેમ આ
ચૈતન્ય રાજા પોતાના સ્વરૂપને ભૂલીને, દેહ તે જ હું છું–એમ માનીને
વિષયોનો ભીખારી થઈ રહ્યો છે; તેનું નામ ભાવમરણ છે. તેના ઉપર
કરુણા કરીને કહે છે કે અરે જીવો?
“ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો.”
એ દેહાદિમાં આત્મબુદ્ધિ છોડો, ને ભિન્ન ચૈતન્યસ્વરૂપને
ઓળખીને તેની શ્રદ્ધા કરો...કે જેથી આ ઘોર દુઃખોથી છૂટકારો થાય ને
આત્માનું નિરાકુળ સુખ પ્રગટે.
આત્માનું સ્વરૂપ ઓળખીને પછી તેને સાધતાં આત્મા પોતે
સ્વયમેવ પરમાત્મા બની જાય છે. સાધ્ય અને સાધન બંને પોતામાં છે,
પોતાથી બહાર કોઈ સાધ્ય કે સાધન નથી, માટે તમારી ચૈતન્યસંપદાને
સંભાળો....ને બાહ્યબુદ્ધિ છોડો–એવો સંતોનો ઉપદેશ છે.
[હવે આજે (જેઠ સુદ પાંચમે) શ્રુતપંચમીનો મહાન દિવસ
હોવાથી તેના મહિમા સંબંધી થોડુંક કહેવાય છે.]
શ્રુતપંચમીનો ઈતિહાસ આ પ્રમાણે છે:–
વીતરાગ સર્વજ્ઞ અંતિમ તીર્થંકર દેવાધિદેવ મહાવીર પરમાત્માના
શ્રીમુખથી દિવ્યધ્વનિદ્વારા જે હિતોપદેશ નીકળ્યો તે ઝીલીને
ગૌતમગણધરદેવે એક મુહૂર્તમાં બાર અંગની રચના કરી, બાર અંગમાં તો
અપાર શ્રુતજ્ઞાનનો દરિયો ભર્યો છે. મહાવીર ભગવાનના મોક્ષ પધાર્યા
બાદ ગૌતમસ્વામી, સુધર્મસ્વામી અને જંબુસ્વામી એ ત્રણ કેવળી, તથા
આચાર્ય વિષ્ણુ, નંદિ, અપરાજિત, ગોવર્દ્ધન અને