: ૩૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૧
• અશુભોદયથી આત્મા કુમનુષ્ય, તિર્યંચ અથવા નારકી થઈને સદા હજારો
દુઃખોથી પીડિત થયો થકો સંસારમાં અત્યંત ભમે છે.
• શુદ્ધોપયોગથી પ્રસિદ્ધ એવા અરિહંતો તથા સિદ્ધોને અતિશય, આત્માથી જ
સમુત્પન્ન, વિષયાતીત, અનુપમ, અનંત અને વિચ્છેદ રહિત સુખ હોય છે.
• રાગાદિ સંગથી મુક્ત એવા મુનિ, અનેક ભવોમાં સંચિત કરેલા કર્મરૂપી ઇંધન
સમૂહને શુક્લધ્યાન નામના ધ્યાન વડે શીઘ્ર ભસ્મ કરે છે.
• હૃદયમાં જ્યાં સુધી આત્મસ્વભાવલબ્ધિ પ્રકાશમાન નથી થતી ત્યાં સુધી જ જીવ
શુભ–અશુભજનક એવા સંકલ્પ–વિકલ્પરૂપ કર્મને કરે છે.
• બંધોના સ્વભાવને તેમ જ આત્માના સ્વભાવને જાણીને, જે બંધોમાં અનુરક્ત
નથી થતો તે જીવ કર્મોથી છૂટકારો કરે છે.
• જ્યાં સુધી આત્મા અને આસ્રવ એ બંનેના વિશેષ–અંતરને નથી જાણતો
ત્યાંસુધી તે અજ્ઞાની જીવ વિષયાદિમાં પ્રવૃત્ત રહે છે.
• જ્ઞાની જીવ અનેક પ્રકારના પુદ્ગલદ્રવ્યને જાણતો હોવા છતાં, પરદ્રવ્યપર્યાયપણે
તે પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી, અને તે–રૂપે ઊપજતો નથી.
• જે વિમૂઢમતિ પરદ્રવ્યને શુભ અથવા અશુભ માને છે તે મૂઢ અજ્ઞાની જીવ દુષ્ટ–
અષ્ટકર્મોથી બંધાય છે.
તેથી ન કરવો રાગ જરીયે ક્્યાંય પણ મોક્ષેચ્છુએ;
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.
[આ પ્રમાણે ભાવના સમાપ્ત થઈ.]
• શ્રી સોનગઢ જૈન વિદ્યાર્થીગૃહ તરફથી સૂચના
આપવામાં આવે છે
કે ધોરણ પાંચથી (અગિયાર (એસ. એસ. સી.) સુધીના જે
જૈનવિદ્યાર્થીને આ બોર્ડિંગમાં દાખલ થવું હોય તેમણે પચાસ પૈસાની
ટિકિટ મોકલીને પ્રવેશપત્રો મંગાવી લેવા, અને તા. ૩૦–૫–૭૫ સુધીમાં
ભરીને સોનગઢ મોકલી દેવા. બોર્ડિંગમાં માસિક ભોજન–લવાજમ રૂા.
૬૦) સાઈઠ છે; મધ્યસ્થિતિના વિદ્યાર્થી માટે ઓછી ફી રૂા. ૩૫)
પાંત્રીસ છે. વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ પણ અપાય છે.
–મંત્રી, જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર )