: ચૈત્ર : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
* રત્નત્રયવંત મુનિભગવંત...એને ઓળખતા આવ્યા ભવના અંત *
૧૬. છએ કારકોરૂપે થવાની શક્તિ આત્મામાં છે. સ્વસન્મુખ થઈને
આત્માએ પોતામાંથી જે સમ્યગ્દર્શનાદિ નિર્મળભાવ પ્રાપ્ત કર્યો, તે
ભાવમય આત્મા થાય–એવી તેની ‘કર્મશક્તિ’ છે. દરેક આત્મામાં
ત્રિકાળ આવી શક્તિ રહેલી છે.
૧૭. ‘મારે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી કાર્ય કરવું છે,–પણ તે કાર્ય ક્્યાંથી
આવતું હશે? ’ –તો આચાર્યદેવ કહે છે કે ભાઈ, ક્્યાંય બહારથી તે કાર્ય
નથી આવતું, –પણ તારા આત્મામાં જ એવી તાકાત છે કે પોતે સ્વયં તે
કાર્યરૂપ પરિણમી જાય. પણ ક્્યારે? –કે સ્વસન્મુખ થાય ત્યારે.
૧૮. ધર્મરૂપી જે નિર્મળ કર્મ–તે રૂપે આત્મા સ્વયં થાય છે; શરીર કે રાગ તે
કોઈ ધર્મરૂપે થતા નથી. નિજશક્તિમાંથી નિર્મળભાવ પ્રાપ્ત કરીને
આત્મા સ્વયં તે રૂપે થાય છે,–એવી તેની કર્મશક્તિ છે.
૧૯. દ્રવ્યકર્મ તે પર છે; ભાવકર્મ તે વિભાવ છે; સમ્યગ્દર્શનાદિ
નિર્મળપર્યાયરૂપ કર્મ તે સ્વભાવનું કાર્ય છે. અને એવી ‘કર્મશક્તિ’ તે
ત્રિકાળ શુદ્ધસ્વભાવે છે. તે શુદ્ધસ્વભાવને ઓળખતાં વર્તમાન
નિર્મળપર્યાયરૂપ કર્મ પ્રગટે છે, ને રાગાદિ ભાવકર્મ તથા દ્રવ્યકર્મનો
સંબંધ છૂટી જાય છે.
–એનું નામ ધર્મ! ને એ જ આત્માનું કર્મ!–એ સિવાય કોઈ બીજું કર્મ
(–કાર્ય) તે ખરેખર આત્માનું નથી.
૨૦. જેમાં જે તન્મય હોય તે તેનું કાર્ય કહેવાય.
* શરીર–કર્મ–ભાષા વગેરે જડનું કર્મ છે, કેમકે તેમાં તે તન્મય છે.
* રાગાદિ વિકારીભાવ તે મિથ્યાદ્રષ્ટિનું કર્મ છે, કેમકે તેમાં તે તન્મય
છે.
* સમકિતીધર્માત્માનું કર્મ તો નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન–આનંદરૂપ છે,
કેમકે તે તેમાં તન્મય છે.
૨૧. શું રાગ તે ધર્મીનું કાર્ય છે? –ના; કેમકે તેમાં તે તન્મય નથી. શું આઠકર્મ
તે જીવનું કાર્ય છે? –ના; કેમકે તેમાં તે તન્મય નથી. કર્તા જેમાં
તન્મયપણે વર્તે તે તેનું કાર્ય કહેવાય.