Atmadharma magazine - Ank 378
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 83

background image
: ૪: આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૧
અહો ઉત્તમ ક્ષમાના આરાધક સંતો! તમને નમસ્કાર છે...નમસ્કાર છે.
૨૨. ‘કર્તાનું ઈષ્ટ તે કર્મ ” –ધર્મીજીવ રાગને ઈષ્ટ બનાવતો નથી, તેથી તે
તેનું કર્મ નથી. તે તો સ્વભાવને જ ઈષ્ટ બનાવીને તેના આશ્રયે નિર્મળ
કાર્યરૂપે સ્વયં પરિણમે છે, તે જ તેનું કર્મ છે.
૨૩. અહીં તો સ્વભાવશક્તિ–સન્મુખ થયેલો આત્મા પોતાના છએ કારકોની
સ્વાધીનતાથી નિર્મળભાવોરૂપે જ પરિણમે છે, તેની વાત છે. કેમકે આ
તો ‘શક્તિ’ ની વાત છે, શક્તિમાં વળી ‘અશક્તિ’ (–વિભાવ) કેમ
હોય? સ્વભાવમાં વિભાવ કેમ હોય?
૨૪. જડકર્મ અને વિકારરૂપ ભાવકર્મ એ બંનેથી પાર એવી આ ‘કર્મશક્તિ’
છે, –કે જે શક્તિને લીધે આત્મા પોતે પોતાના સમ્યગ્દર્શનાદિ કાર્યરૂપે
પરિણમે છે.
૨૫. પ્રભુતારૂપે, આનંદરૂપે, સર્વજ્ઞતારૂપે, સ્વચ્છતારૂપે–એમ સર્વ શક્તિના
નિર્મળ કાર્યરૂપે સ્વયં પરિણમવાની આત્માની શક્તિ છે. કોઈ બીજામાં
(રાગાદિમાં કે દેહની ક્રિયામાં) એવી તાકાત નથી કે પ્રભુતારૂપે કે
આનંદ વગેરે કાર્યરૂપે પરિણમે.
૨૬. વાહ રે વાહ વીરપ્રભુ! આપનું શાસન પરાધીનવૃત્તિ છોડાવે છે,
બહારમાં ભટકતી વ્યગ્રબુદ્ધિ છોડાવે છે, ને સ્વાધીન–ચૈતન્યવૃત્તિથી
પરમ સુખ પમાડે છે. આપનું શાસન જ પરમ ઈષ્ટ છે.
૨૭. જે આવી શક્તિવાળા આત્માને પ્રતીતમાં લઈને તેની સન્મુખ થાય તેને
પોતાના સ્વભાવમાંથી જ બધા ગુણોનું નિર્મળકાર્ય પ્રગટે; સમ્યગ્દર્શન
પ્રગટે, સમ્યગ્જ્ઞાન પ્રગટે, સમ્યક્ચારિત્ર પ્રગટે, સુખ પ્રગટે, પ્રભુતા
પ્રગટે, સ્વચ્છતા પ્રગટે. –એમ અનંતાગુણોના નિર્મળ કાર્યરૂપે આત્મા
સ્વયં પરિણમે, એટલે પરમ ઈષ્ટપદની પ્રાપ્તિ થાય.
૨૮. અહા! આવો મહિમાવંત જે સ્વભાવ, તેને ન માનતાં ઊંધી રીતે માને
તો તે ઉત્તમ સ્વભાવનો અનાદર કરે છે, તેથી તે સ્વભાવની ઉર્ધ્વતારૂપ
સિદ્ધપદમાં કેમ જાય? સ્વભાવનો આદર કરીને તેનો આશ્રય કરે તો
જીવને ઊર્ધ્વ પરિણમન થઈને સિદ્ધદશારૂપ કાર્ય થાય. (અનુસંધાન
પાનું ૪૯)