Atmadharma magazine - Ank 378
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 82 of 83

background image
‘મને કો ’ ને કુંદકુંદ પ્રભુ કેવા હશે? ક્્યાં રહેતા હશે? શું કરતા હશે? મને
પોન્નૂર ગિરિ પર ધ્યાન ધરનારા, વિદેહના યાત્રિક કેવા હશે? મને
સીમંધર દેવના દર્શન કરીને, સંદેશો લાવનાર કેવા હશે? મને
સાર–સમય કેરી બંસરી બજાવી, હૈયા ડોલાવનાર કેવા હશે? મને
પરમાગમની અદ્ભુત પ્રસાદી, દેનાર સંત એ કેવા હશે? મને
દર્શન મહત્તા ને ચેતનની શુદ્ધતા, વિશ્વે ગજાવનાર કેવા હશે? મને
નિશ્ચય નિહાળનાર શાસન શોભાવનાર, સુધાના સીંચનાર કેવા હશે? મને
સ્વ–પર જ્ઞાનમાં સ્થાપી સિદ્ધોને, મંગલ કરનાર એ કેવા હશે? મને
ધૂન મચાવી સર્વજ્ઞ પદની, એ સર્વજ્ઞનંદન કેવા હશે? મને
તીર્થંકર તુલ્ય આ ભરતક્ષેત્રમાં ધર્મપ્રભાવી કેવા હશે? મને ૧૦
પંચ પરમાગમ આપ્યાં શાસનને અહો, એ શ્રુતઘર કેવા હશે? મને ૧૧
વીરપ્રભુના માર્ગ પ્રકાશક વીતરાગ સંત એ કેવા હશે? મને ૧૨