: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૯ :
અધ્યાત્મ રસ – ઘોલન
નવીન સ્વાધ્યાય
[પાહુડ દોહાનો અનુવાદ: લેખાંક [૬]
૧૯૭. હે જીવ! તું જિનવરને ધ્યાવ, ને વિષય–કષાયોને છોડ. હે વત્સ! એમ કરવાથી
દુઃખ તને કદી નહિ દેખાય, અને તું અજર–અમર પદને પામીશ.
૧૯૮. હે વત્સ! વિષય કષાયોને છોડીને મનને આત્મામાં સ્થિર કર, એમ કરવાથી
ચારગતિના ચૂરા કરીને તું અતૂલ પરમાત્મપદને પામીશ.
૧૯૯. હે મન! ઈન્દ્રિયોના ફેલાવને તું રોક અને પરમાર્થને જાણ. જ્ઞાનમય આત્માને
છોડીને બીજા જે કોઈ શાસ્ત્ર છે તે તો વિડંબના છે.
૨૦૦. હે જીવ! તું વિષયોનું ચિંતન ન કર; વિષયો કદી ભલા નથી હોતા; હે વત્સ!
સેવતાં તો તે વિષયો મધુર લાગે છે પણ પછી તે દુઃખ દ્યે છે.
૨૦૧. જે જીવ વિષય–કષાયોમાં રંજિત થઈને આત્મામાં ચિત્ત નથી જોડતો, તે દુષ્કૃત
કર્મોને બાંધીને દીર્ઘ સંસારમાં રખડે છે.
૨૦૨. હે વત્સ! ઈન્દ્રિયવિષયોને છોડ; મોહને પણ છોડ; પ્રતિદિન પરમપદને ધ્યાવ કે
જેથી તને એવો વ્યવસાય થશે, –અર્થાત્ તું પણ પરમાત્મા બની જઈશ.
૨૦૩. નિર્જિતશ્વાસ, નિસ્પંદ લોચન અને સકલ વ્યાપારથી મુક્ત, –આવી અવસ્થાની
પ્રાપ્તિ તે યોગ છે, –એમાં સંદેહ નથી.
૨૦૪. મનનો વેપાર અટકી જાય, રાગ–દ્વેષના ભાવો છૂટી જાય અને આત્મા
પરમપદમાં પરિસ્થિત થાય, –ત્યારે નિર્વાણ થાય છે.
૨૦૫. હે જીવ! તું આત્મસ્વભાવને છોડીને વિષયોને સેવે છે, તો તે વ્યવસાય એવો છે
કે તું દુર્ગતિમાં જઈશ.
૨૦૬. જેમાં નથી કોઈ મંત્ર કે નથી તંત્ર, નથી ધ્યેય કે નથી ધારણા, શ્વાસોશ્વાસ પણ
નથી, –એ કોઈને કારણ બનાવ્યા વગરનું જે પરમસુખ છે તેમાં મુનિ સુએ છે–
લીન થાય છે,–ત્યાં આ કોઈ ગરબડનો કલબલાટ તેમને રૂચતો નથી.
૨૦૭. વિશેષ ઉપવાસ કરવાથી (–પરમાત્મામાં વસવાથી) ઘણો સંવર થાય છે. વધુ