Atmadharma magazine - Ank 380
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 45

background image
: ૧૦ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
વિસ્તાર શા માટે પૂછે છે? –હવે કોઈને ન પૂછ.
૨૦૮. હે જીવ! જિનવરે કહેલ સુપ્રસિદ્ધ તપ કર, દશવિધ ધર્મ કર; એ રીતે કર્મની
નિર્જરા કર. –આ મેં તને સ્પષ્ટ માર્ગ બતાવ્યો.
૨૦૯. અહો જીવ! જિનવરભાષિત દશવિધ ધર્મને તથા સારભૂત અહિંસા ધર્મને તું
એકાગ્રમનથી એવી રીતે ભાવ, –કે જેથી તું સંસારને તોડી નાંખ.
૨૧૦. ભવભવમાં મારું સમ્યગ્દર્શન નિર્મળ રહો, ભવભવમાં હું સમાધિ કરું,
ભવભવમાં ઋષિ–મુનિ મારા ગુરુ હો, અને મનમાં ઉત્પન્ન થતા વ્યાધિનો
નિગ્રહ હો.
૨૧૧. હે જીવ! રામસિંહમુનિ એમ કહે છે કે તું બાર અનુપ્રેક્ષાને એકાગ્રમનથી એવી
રીતે ભાવ કે જેથી શિવપુરીને પામ.
૨૧૨. જે શૂન્ય છે તે સર્વથા શૂન્ય નથી; ત્રણભુવનથી શૂન્ય (ખાલી) હોવાથી તે
(આત્મા) શૂન્ય દેખાય છે (–પણ સ્વભાવથી તો તે પૂર્ણ છે). આવા શૂન્ય–
સદ્ભાવમાં પ્રવેશેલો આત્મા પુણ્ય–પાપને પરિહરે છે.
૨૧૩. રે અજાણ્યા! બે પંથમાં ગમન નથી થઈ શકતું, બે મુખવાળી સોયથી ગોદડી
નથી સીવાતી; તેમ ઈંદ્રિયસુખ અને મોક્ષ–એ બે વાત પણ એકસાથે હોતી નથી.
૨૧૪. ઉપવાસવડે પ્રતપન થતાં દેહ સંતપ્ત થાય છે, ને તે સંતાપથી ઈંદ્રિયોનું ઘર બળી
જાય છે. –એ જ મોક્ષનું કારણ છે.
૨૧૫. અરે, તે ઘરમાં ભોજન રહેવા દો કે જ્યાં સિદ્ધનું અપવર્ણન થતું હોય. એવા
(સિદ્ધનો અવર્ણવાદ કરનારા) જીવો સાથે જયકાર કરવાથી અર્થાત્ તેની પ્રશંસા
કરવાથી પણ સમ્યક્ત્વ મલિન થાય છે.
૨૧૬. હે. યોગી! પૃથ્વી પર ભ્રમણ કરતાં જો માણેક મલી જાય, તો તે પોતાના
કપડામાં બાંધી લેજે, અને એકાન્તમાં બેસીને દેખજે. (સંસારભ્રમણમાં
સમ્યક્ત્વરત્ન પામીને એકાંતમાં ફરીફરીને તેની સ્વાનુભૂતિ કરજે. લોકનો સંગ
કરીશ મા.)
૨૧૭. જે વાદવિવાદ કરે છે, જેની ભ્રાંતિ મટી નથી, જે પોતાની બડાઈમાં ને
મહાપાપમાં રક્ત છે, તે ભ્રાંત થઈને ભમ્યા કરે છે.
૨૧૮. આહાર છે તે કાયાની રક્ષા અર્થે છે; કાયા જ્ઞાનના સંપાદન માટે છે; જ્ઞાન કર્મના
નાશને માટે છે; અને કર્મના નાશથી પરમપદની પ્રાપ્તિ થાય છે.