: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
૨૧૯. કાળ, પવન, સૂર્ય અને ચંદ્ર એ ચારે એકઠા રહ્યા છે. હે જોગી! હું તને પૂછું છું કે
તેમાંથી પહેલાંં કોનો વિનાશ થશે?
૨૨૦. ચંદ્ર પોષણ કરે છે, સૂર્ય પ્રજ્વલિત કરે છે, પવન હીલોળા ખવડાવે છે, અને કાળ
સાત રાજુના અંધકારને પીલીને કર્મને ખાઈ જાય છે.
૨૨૧. મુખ અને નાસિકાની મધ્યમાં જે સદા પ્રાણોનો સંચાર કરે છે, અને જે સદા
આકાશમાં વિચરે છે તે જીવ છે, તેનાથી આત્મા જીવે છે. (અથવા જે મુખ અને
નાસિકાની વચ્ચે પ્રાણવાયુનો સંચાર કરે છે અને આકાશમાં સદા વિચરણ કરે છે
તે પ્રાણવાયુ વડે સંસારીજીવો જીવે છે.)
૨૨૨. જે જીવ આપદાથી મૂર્છિત થયેલો છે તે તો પાણીની એક અંજલિ છાંટવાથી પણ
જીવંત થઈ જાય છે; પણ જે ગતજીવ છે–મૃત્યુ પામ્યો છે તેને તો હજારો ઘડા
પાણી રેડવાથી પણ શું? (–તેમ જે જીવમાં મુમુક્ષુપણું છે તે તો થોડાક ઉપદેશ
વડે પણ જાગૃત થઈ જાય છે, પણ જેનામાં મુમુક્ષુપણું નથી તેને તો હજારો
શાસ્ત્રોનો ઉપદેશ પણ નિષ્ફળ છે.)
ઈતિ પ્રાભૃત–દોહા સમાપ્ત
[શ્રી યોગીન્દુદેવરચિત, (અથવા તો શ્રી મુનિ–રામસિંહરચિત) અપભ્રંશ–
ભાષાકાવ્ય ‘પાહુડ દોહા’ ના ૨૨૨ દોહરાઓનો હિંદી અનુવાદ સ્વ. પ્રોફેસર હીરાલાલ
જૈને કરેલ; તેના ઉપરથી, સંશોધનપૂર્વક આ ગુજરાતી અનુવાદ કરેલ છે. આગામી
અંકથી કોઈ બીજું શાસ્ત્ર શરૂ કરીશું. –બ્ર. હ. જૈન]
।। जैन जयतु शासनम्।।
• જન્મીને શું કર્યું? •
ભાઈ! આ તો સર્વજ્ઞનો નિર્ગ્રંથમાર્ગ છે. જો તું સ્વાનુભવ વડે મિથ્યાત્વની
ગાંઠ ન તોડ તો નિર્ગ્રંથમાર્ગમાં કઈ રીતે આવ્યો? જન્મ–મરણની ગાંઠને જો ન તોડી
તો જૈનકુળમાં જન્મીને તેં શું કર્યું? ભાઈ, આવો અવસર મળ્યો તો એવો ઉદ્યમ કર કે
જેથી આ જન્મ–મરણની ગાંઠ તૂટે ને અલ્પકાળમાં મુક્તિ થાય. તને પોતાને એવો
સંતોષ થાય કે જૈનકુળમાં જન્મીને આત્માના હિત માટે કરવા જેવું કામ મેં કરી લીધું
છે...હું કૃતકૃત્ય છું.