ભ્રાંતિની માફક આ અચેતન શરીરને જ મેં આત્મા માન્યો ને તેની સાથે વ્યર્થ ચેષ્ટાઓ
બોલાવે, તેના ઉપર પ્રેમ કરે, તેની સાથે લડે, લડતાં લડતાં તે પોતાના ઉપર પડે ત્યાં
એમ માને કે આણે મને દાબ્યો, અને કહે કે ભાઈસાબ! હવે ઊઠ....એમ અનેક પ્રકારે
તેની સાથે ભ્રાંતિથી ચેષ્ટા કરે...પણ જ્યાં પ્રકાશ થાય ને દેખાય કે અરે, આ તો પુરુષ
નથી પણ પત્થર છે–ઠૂંઠ છે, મેં ભ્રાંતિથી વ્યર્થ ચેષ્ટા કરી....! –તેમ અજ્ઞાનરૂપી અંધારાને
લીધે અજ્ઞાની અચેતન શરીરાદિને જ આત્મા માનીને તેની સાથે પ્રીતિ કરતો, બાહ્ય
વિષયોને પોતાના ઈષ્ટ–અનિષ્ટકારી માનીને તેમના પ્રત્યે રાગ–દ્વેષ કરતો, હું જ ખાઉં
છું–હું જ પીઉં છું, હું જ બોલું છું, આંખથી હું જ દેખું છું, આ ઈંદ્રિયો હું જ છું–એમ
માનીને અનેક પ્રકારે ભ્રાંતિથી ચેષ્ટા કરતો, પણ હવે જ્યાં જ્ઞાનપ્રકાશ થયો.....ને
અચેતન છે, તે હું નથી, છતાં તેને જ આત્મા માનીને અત્યાર સુધી મેં વ્યર્થ ચેષ્ટાઓ
કરી, પણ હવે એ ભ્રાંતિ ટળી ગઈ છે. –તે હવે પોતાને ચૈતન્યસ્વરૂપ જ જાણતો થકો
ચૈતન્યભાવની જ ચેષ્ટા કરે છે, ને સ્વ–પરનું ભેદજ્ઞાન કરીને ચૈતન્યની અપૂર્વ શાંતિને
વેદે છે. હવે ભાન થયું કે આ દેહ તો મારાથી અત્યંત જુદો અચેતન છે.
* શરીર સંયોગી, હું અસંયોગી; શરીર વિનાશી, હું અવિનાશી;
* શરીર આંધળું, હું દેખતો; શરીર ઈન્દ્રિયગ્રાહ્ય, હું અતીન્દ્રિય–સ્વસંવેદનગ્રાહ્ય;
* શરીર મારાથી બાહ્ય પરતત્ત્વ, અને હું અંતરંગ ચૈતન્યમૂર્તિ સ્વતત્ત્વ;
–આ રીતે શરીરને અને મારે અત્યંત ભિન્નતા છે.
આવા અત્યંત ભિન્નપણાના વિવેકથી જ્યાં ભેદજ્ઞાન થયું અને યથાર્થ
સુધરવા–બગડવાથી મારું કાંઈ સુધરે કે બગડે–એવો ભ્રમ છૂટી ગયો, ને દેહાદિ
પરદ્રવ્યોથી ઉપેક્ષિત થઈને ચિદાનંદ–સ્વભાવમાં વળ્યો, ત્યાં જીવને પરમ શાંતિ થઈ.
(આનું નામ સમાધિ છે.)