Atmadharma magazine - Ank 380
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 45

background image
: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૩૧ :
સર્વ જીવોને ભદ્રકારી જિનશાસન
[મહાવીરપ્રભુના અનેકાન્ત–શાસનની સ્તુતિ: સમંતભદ્રદેવ]
માગસર વદ ત્રીજને રવિવારે વીસવિહરમાન મંડલવિધાનની પૂર્ણતા પ્રસંગે
અભિષેક થયો તેમાં પૂ. ગુરુદેવ ઉપસ્થિત હતા ને તેઓશ્રીએ સીમંધરનાથને અર્ઘ
ચડાવીને ગંધોદક લીધું હતું ત્યારબાદ સ્વાધ્યાય મંદિરમાં પધાર્યા હતા, ત્યાં ગુરુદેવે
માંગળિકરૂપે સમન્તભદ્રસ્વામીના સ્વયંભૂસ્તોત્રમાંથી છેલ્લી કડી પં. શ્રી હિંમતભાઈ
પાસે વંચાવીને ઘણામહિમા પૂર્વક તેના અર્થ કર્યા હતા; સ્તુતિકાર–આચાર્ય, મહાવીર–
પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે–
“પરમત મૃદુવચન રચિત ભી હૈ, નિજગુણ–સંપ્રાપ્તિ રહિત વહ હૈ;
તવ મત નયભંગ વિભૂષિત હૈ, સુસમન્તભદ્ર નિર્દુષિત હૈ.” ૧૪૩.
હે વીરનાથ જિનદેવ! આપનું અને આપના જેવા બીજા અનંતા તીર્થંકરોનું જે
અનેકાન્તશાસન છે તે ભદ્રરૂપ છે, કલ્યાણકારી છે, અને આપના શાસનથી ભિન્ન જે
પરમત છે તે કાનોને પ્રિય લાગે એવી મધુર રચનાવાળા હોવા છતાં, આત્મહિતકારી
એવા બહુગુણોની સંપત્તિથી રહિત છે, સર્વથા અનેકાન્તવાદનો આશ્રય લેવાને કારણે
તેના સેવનથી નિજગુણોની પ્રાપ્તિ થતી નથી; તેમ જ તે યથાર્થ વસ્તુસ્વરૂપના
નિરુપણમાં અસમર્થ હોવાથી અપૂર્ણ છે, બાધા સહિત છે અને જગતને માટે
અકલ્યાણકારી છે. પરંતુ હે નાથ! અનેક નયભંગોથી વિભૂષિત આપનો અનેકાન્તમત
યથાર્થ વસ્તુસ્થિતિના નિરુપણમાં સમર્થ છે, બહુ ગુણોની સંપત્તિથી યુક્ત છે અર્થાત્
તેના સેવન વડે બહુ ગુણોની પ્રાપ્તિ થાય છે, અને તે સર્વ પ્રકારે ભદ્રરૂપ છે, નિર્બાધ છે,
વિશિષ્ટ શોભા–સંપન્ન છે અને જગતને માટે કલ્યાણરૂપ છે.
ઘણા પ્રમોદપૂર્વક ગુરુદેવે કહ્યું: વાહ, જુઓ તો ખરા કેવી સ્તુતિ કરી છે!! અહો,
સર્વજ્ઞ વીતરાગદેવનું અનેકાન્તશાસન સર્વે જીવોને કલ્યાણકારી છે, તેમાં જ નિજગુણની
પ્રાપ્તિ છે. વસ્તુમાં એક સમયમાં ઉત્પાદ–વ્યય–ધ્રુવતા, ક્ષણે ક્ષણે બદલે છતાં નિજ–