Atmadharma magazine - Ank 380
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 45

background image
: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૩૭ :
કરો, અને પછી તે સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન ઉપરાંત પરિણામની શુદ્ધતાઅનુસાર
દ્રઢપણે ચારિત્રનું પાલન કરો. મુનિનું ચારિત્ર થઈ શકે તો તે ઉત્તમ ચારિત્ર પાળો, અને
ઓછી શક્તિ હોય તો શ્રાવકને યોગ્ય એકદેશચારિત્રનું પાલન કરો. –જે ચારિત્ર લ્યો
તેનું દ્રઢપણે પાલન કરો, તેમાં શિથિલતા ન રાખો. પોતાના પરિણામની શુદ્ધતા વિચાર્યા
વગર ચારિત્ર કે વ્રત લઈ લ્યે ને પછી તેમાં શિથિલતા રાખે–તે જૈનધર્મમાં શોભે નહિ.
તારાથી મોટું ચારિત્ર ન પાળી શકાય તો નાનું ચારિત્ર પાળજે, પણ મોટું નામ ધારણ
કરીને શિથિલાચાર વડે તું ચારિત્રને લજવીશ નહીં. શુદ્ધતા સહિત ચારિત્રનું પાલન થાય
તે તો ઘણું ઉત્તમ અને પૂજનીય છે. સમ્યગ્દ્રષ્ટિ–ઈન્દ્ર પણ ચારિત્રવંતના ચરણે નમે છે.
અણુવ્રતી–શ્રાવકને પંચમગુણસ્થાને સ્થૂળ હિંસાદિ પાપોનો તો સર્વથા ત્યાગ થઈ
ગયો છે; અને જે સૂક્ષ્મ હિંસાદિ રહી ગયા છે તેણે પણ તે પાપ સમજે છે, તેને કાંઈ તે
કરવા જેવું નથી માનતો. તે પાપોનો તેને ખેદ છે ને સર્વસંગત્યાગી મુનિપદની ભાવના
છે. તે અણુવ્રતી–શ્રાવક પ્રાણ જાય તોપણ પારકી વસ્તુને ચોરતો નથી; સંસાર સંબંધી
સમસ્ત પરસ્ત્રી પ્રત્યે તેનું ચિત્ત સર્વથા વિરક્ત છે, તેને પરસ્ત્રીના સેવનનો વિકલ્પ પણ
ન આવે; દેવાંગનાને દેખીને પણ તેનું ચિત્ત લલચાય નહિ, –એટલો નિર્વિકલ્પ શાંતિનો
સ્વાદ તેને નિરંતર વર્તે છે.
તેણે પરિગ્રહની મમતા છોડીને તેની મર્યાદા કરી નાંખી છે. મર્યાદા બહારના કોઈ
પરિગ્રહની વૃત્તિ જ તેને ઊઠતી નથી; અત્યારે તો જુઓને, ધનને ખાતર લોકો કેવી
અનીતિ ને અન્યાય પ્રવૃત્તિ કરે છે? ધર્મી–શ્રાવકને એવું હોય નહિ; તે સોનાના ગંજ દેખે
કે હીરાના ઢગલા દેખે–છતાં તે લેવાની વૃત્તિ પણ ન ઊઠે–એટલી નિષ્પરિગ્રહતા તેને થઈ
ગઈ છે, એટલે બહારમાં તેવો ત્યાગ સહજ હોય છે. શ્રદ્ધા–જ્ઞાનમાં તો સર્વે
સમ્યગ્દ્રષ્ટિજીવોએ સર્વે પરદ્રવ્યને પોતાથી સર્વથા ભિન્ન જાણ્યા છે, તેમાં એક રજકણ–
માત્રનું સ્વામીત્વ તેમને રહ્યું નથી; તે ઉપરાંત સ્થિરતાવડે બે કષાયોનો અભાવ થતાં
પરિગ્રહની મમતા ઘણી છૂટી ગઈ છે; જે મર્યાદિત પરિગ્રહ છે તેની અલ્પ મમતાને પણ
પાપ સમજે છે, ને શક્તિ વધારીને તેનો પણ ત્યાગ કરવા માંગે છે.
એ રીતે શ્રાવક–શ્રાવિકા પોતાના અણુવ્રતોમાં દ્રઢ રહે છે. જુઓને, સુદર્શન–
શ્રાવક ઉપર કેવા–કેવા પ્રસંગ આવ્યા! છતાં પોતાના શીલવ્રતથી તેઓ જરાપણ ન ડગ્યા
તે ન જ ડગ્યા. રાણીએ તેના ઉપર ભયંકર આળ નાંખીને મરણ જેવો ઉપસર્ગ કર્યો,
અનેક પ્રકારે હાવભાવથી લલચાવ્યા, છતાં તેઓ શીલવ્રતમાં દ્રઢ રહ્યા. એ જ રીતે