નાખવાની બુદ્ધિ તેને હોતી નથી. તે ઉપરાંત પાંચમું ગુણસ્થાન થતાં તો સમભાવ ઘણો
વધી જાય છે ને કષાયો ઘણા છૂટી જાય છે. કોઈ જીવને મારવાની કે દુઃખ દેવાની વૃત્તિ
તેને ન રહે; બીજા પ્રાણીનો વધ થાય કે તેને દુઃખ ઊપજે એવા કઠોર વચન પણ તે ન
બોલે. ધર્મની નિંદાનાં વચન કે ઘાતકવચન તે અસત્ય છે, ધર્મીને તે શોભે નહિ.
હાલતાંચાલતાં વગર પ્રયોજને જૂઠૂં બોલે–એવું શ્રાવકને હોય નહિ. એ જ રીતે વ્રતી
શ્રાવક પારકી વસ્તુને ચોરે નહિ, પરસ્ત્રીથી અત્યંત વિરક્ત રહે, ને સ્વસ્ત્રીમાં પણ
મર્યાદા હોય. તથા દેશકાળઅનુસાર પરિગ્રહની મર્યાદા રાખે.–જો કે સ્થૂળપણે હિંસાદિ
પાપોનો ત્યાગ તો સાધારણ સજ્જનને પણ હોય, પરંતુ આ શ્રાવકને તો નિયમપૂર્વક
તેનો ત્યાગ હોય છે; પ્રાણ જાય તોય તેમાં દોષ લાગવા ન દ્યે; એ રીતે તેને ગુણની શુદ્ધિ
વધી ગઈ છે. જ્ઞાનમાં–સ્થિરતામાં–શાંતિમાં–વીતરાગતામાં તે સર્વાર્થસિદ્ધિના દેવ કરતાંય
આગળ વધી ગયો છે. ચારિત્રના ચમકારથી તેનો આત્મા મોક્ષમાર્ગમાં શોભી રહ્યો છે.
અપ્રત્યાખ્યાનના ક્રોધ–માન–માયા–લોભ–રાગ–દ્વેષ–કષાયો સર્વથા છૂટી ગયા છે ત્યાં
હિંસાદિ પાપોનો સાચો ત્યાગ છે, ને તેને સાચાં વ્રત હોય છે. તેના વ્રતમાં રાગ વગરની
અલૌકિક શાંતિ હોય છે. આવું પાંચમું ગુણસ્થાન નરકમાં કે સ્વર્ગમાં હોતું નથી;
તિર્યંચને પાંચમા ગુણસ્થાન સુધીની દશા હોય છે. છઠ્ઠું નથી હોતું; મનુષ્યને બધા (૧૪)
ગુણસ્થાનો હોય છે, તેથી તે ઉત્તમ છે.
સમ્યગ્દર્શન સહિત જેટલી વીતરાગી–શુદ્ધતા થઈ તેટલા નિશ્ચય વ્રત છે, તેની સાથે
અહિંસાદિ સંબંધી જે શુભરાગ રહ્યો તે વ્યવહારે વ્રત છે. વ્રતની ભૂમિકામાં વીતરાગી
દેવ–ગુરુ–ધર્મની બરાબર ઓળખાણ હોય તથા તેમણે કહેલા આત્મસ્વરૂપના
ભાનસહિત સમ્યગ્દર્શન હોય. એમાં જ જેની ભૂલ હોય, દેવ–ગુરુ–ધર્મ જ જેના ખોટા
હોય, તેને વ્રત કેવાં? ને ચારિત્ર કેવું? એટલે કહ્યું કે–પરદ્રવ્યથી ભિન્ન આત્મસ્વરૂપની
રુચિ તે સમ્યક્ત્વ, અને પોતાના સ્વરૂપને જાણવું તે સમ્યગ્જ્ઞાનકળા, –તેને લાખ ઉપાયે
પણ ધારણ