અસંખ્યાતા છે. પંચમગુણસ્થાનવર્તી તિર્યંચને પણ શ્રાવક કહેવાય છે. મનુષ્ય કરતાં
તિર્યંચમાં ઝાઝા શ્રાવકો છે. સંમૂર્છન સિવાયના ગર્ભજ મનુષ્યો તો સંખ્યાતા જ છે ને
તેમાં પણ સમ્યગ્દ્રષ્ટિઓ અને શ્રાવકો તો ઓછા હોય છે. આમ છતાં મનુષ્યમાં
સમ્યગ્દ્રષ્ટિજીવોની સંખ્યા અબજોની હોવાનું શાસ્ત્રમાં કહ્યું છે. અઢીદ્વીપની બહાર જે
અસંખ્ય દ્વીપ–સમુદ્રો છે તેમાં તો ભોગભૂમિની રચના છે, એટલે ત્યાં ઉપજેલા જીવોને
વ્રત કે શ્રાવકપણું હોતું નથી; પણ છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રમાં કર્મભૂમિ જેવી રચના
છે, તેમાં રહેલા તિર્યંચોને પંચમગુણસ્થાનનું શ્રાવકપણું થઈ શકે છે. તે વ્રતી–શ્રાવક
તિર્યંચો સામાયિક પણ કરે છે, તેમને સામાયિક વ્રત હોય છે. કાંઈ અમુક શબ્દો બોલવા
એનું જ નામ સામાયિક નથી, પરંતુ અંદરમાં અકષાયભાવ થતાં ચૈતન્યમાંથી
સમતારસના ઝરણાં ઝરે છે–તેનું નામ સામાયિક છે. સમતાભાવરૂપ આત્મપરિણતિ થઈ
ગઈ તે જ સામાયિક છે. વાહ, સમ્યગ્દર્શન પછી તિર્યંચને પણ સામાયિક હોય; દરિયામાં
માછલાંને પણ સામાયિક હોય, સિંહને પણ સામાયિક હોય! જુઓને, રાજા રાવણનો
હાથી–ત્રિલોકમંડન (જેને રામ અયોધ્યા લઈ આવ્યા હતા) તે પણ જાતિસ્મરણ અને
સમ્યગ્દર્શનસહિત વ્રતધારી શ્રાવક થયો હતો. મહાવીરના આત્માને સિંહના ભવમાં
સમ્યગ્દર્શન થયું અને વ્રતધારી શ્રાવક થઈને તેણે સમાધિમરણ કર્યું.
થતી હોય. પરંતુ ત્રસજીવને સંકલ્પથી મારવાના ભાવ તેને હોય નહિ. માંકડ કે ઉંદર
વગેરેને પણ તે જાણી બુઝીને મારે નહિ. અરે, સામાન્ય દયાળુ સજ્જનને પણ એવા ક્રૂર
પરિણામ ન હોય; શ્રાવક તો અત્યંત કરુણાવંત દયાળુ હોય છે; કોઈને દુઃખ દેવાની વૃત્તિ
એને હોતી નથી. એક કીડીને પણ મારી નાંખું કે દુઃખ દઉં એવી વૃત્તિ શ્રાવકને હોય નહિ.
પાણી વગેરે સ્થાવરજીવોની હિંસા થાય–એવી પ્રવૃત્તિ પણ વગર પ્રયોજને શ્રાવક કરે
નહિ. એ જ રીતે અસત્ય વગેરે પાપોથી પણ તેનું ચિત્ત પાછું હટી ગયું છે. ઘણો
અકષાયી સમતાભાવ તેને વર્તે છે. અહા, જૈનનું શ્રાવકપદ કેવું ઊંચું છે! તેની જગતને
ખબર નથી. એના ચારિત્રના વીતરાગી ચમકારા કોઈ અનેરા હોય છે.