Atmadharma magazine - Ank 380
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 45

background image
: ૩૪ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
ચારિત્રમાં સમ્યક્પણું સમ્યગ્દર્શન–જ્ઞાન વગર આવે નહિ; આ અપેક્ષાએ
સમ્યગ્દર્શન તથા સમ્યગ્જ્ઞાનને સમ્યક્ચારિત્રનાં કારણ કહ્યાં છે. સમ્યગ્દર્શન વગરનાં
એકલા બાહ્ય ક્રિયાકાંડો કે શુભરાગરૂપ વ્રતો તે કાંઈ સાચું ચારિત્ર નથી, એટલે તે કાંઈ
મોક્ષમાર્ગમાં કામ આવતું નથી; એવું રાગરૂપ ચારિત્ર તો અજ્ઞાનસહિત જીવે અનંતવાર
કરી લીધું છે. આઠ કષાયના અભાવરૂપ એકદેશ વીતરાગીચારિત્ર (દેશચારિત્ર)
સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે; ને પછી સકલચારિત્ર તો બાર કષાયના અભાવવાળા
નિર્ગ્રંથ–દિગંબર મુનિઓને જ હોય છે. આવું ચારિત્ર તે મોક્ષનું કારણ છે; એનો મહિમા
અપાર છે.
ચારિત્ર વગર મોક્ષ થાય નહિ–એ વાત તદ્ન સાચી છે. –પણ તે ચારિત્ર કયું? કે
ઉપર કહ્યું તેવું વીતરાગી. ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતાથી જ વીતરાગભાવરૂપ ચારિત્ર
થાય છે. –આવા ચારિત્રનું સ્વરૂપ ઓળખીને સમ્યગ્દર્શન–જ્ઞાન પછી પરિણામની
શુદ્ધતાઅનુસાર દ્રઢચારિત્ર ધારણ કરવું. વધારે શક્તિ ન હોય તો ઓછું ચારિત્ર લેવું પણ
ચારિત્રમાં શિથિલાચાર ન રાખવો. દ્રઢ પાલનપૂર્વક તેમાં આગળ ને આગળ વધાય તેમ
કરવું.
ધર્મી–શ્રાવકોને જોકે મુનિ જેવું ચારિત્ર નથી હોતું પરંતુ તેને ભાવના તો
મુનિપણાની હોય છે. તેની ભાવનાપૂર્વક તે હિંસાદિ પાપોને નિયમપૂર્વક છોડીને
અહિંસાદિક વ્રતોનું પાલન કરે છે.
જિજ્ઞાસુએ એ વાત ધ્યાનમાં રાખવી કે વ્રતોનું પાલન સમ્યગ્દર્શન સહિત હોય
તો જ સાચું છે, અને તેમાં પણ જેટલી શુદ્ધતા ને વીતરાગભાવ છે તેટલું જ મોક્ષનું
કારણ છે, જેટલો શુભરાગ છે તે પુણ્યકર્મના બંધનું કારણ છે, તે મોક્ષનું કારણ નથી.
અહા, ચૈતન્યસાધનામાં મશગુલ મુનિઓની તો શી વાત! તેઓ તો અતીન્દ્રિય
આનંદમાં ઘણા મશગુલ છે, મહાવ્રતી છે; તેમને માત્ર પાણીમાં રેખા જેવો અતિ મંદ
સંજ્વલન કષાય રહ્યો છે, ૧૨ કષાયના અભાવથી અતીન્દ્રિય શાંતિ ઘણી વધી ગઈ છે;
શ્રાવક મુનિથી જરાક નાનો છે; પરંતુ તેનેય ચૈતન્યની અતીન્દ્રિયશાંતિનું નિર્વિકલ્પ
વેદન અવારનવાર થયા કરે છે. આવા વ્રતધારી પંચમગુણસ્થાની આત્મઅનુભવી
અસંખ્યાત શ્રાવકો અઢીદ્વીપ બહાર છે, તે બધા તિર્યંચ (સિંહ–વાઘ–માછલા વગેરે) છે.
જો કે, ત્યાં તિર્યંચ (પંચેન્દ્રિય સંજ્ઞી) માં અસંખ્યાતમા ભાગે સમ્યગ્દ્રષ્ટિ જીવો છે–છતાં
તે અસંખ્યાત છે, ને શ્રાવકો પણ અસંખ્યાત છે. મનુષ્યોનું ગમન અઢીદ્વીપ બહાર હોતું
નથી, પણ તિર્યંચો તો અઢીદ્વીપ બહાર અસંખ્યાતા સમ્યગ્દ્રષ્ટિ–શ્રાવક છે.