: ર : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
ચાલો ર્ચા કરીએ • [સાધર્મી – સાધર્મી વચ્ચે વાતચીત]
બે સાધર્મી મળે એટલે એકબીજાને દેખીને સહેજે આનંદ થાય; અને
તેમાંય ધર્મની અવનવી વાતચીત થતાં વિશેષ આનંદ થાય...અને વધુ
આગળ વધતાં જો અનુભૂતિની ઊંડીઊંડી ચર્ચાઓ થાય તો તો કેવી મજા
પડે! આ વિભાગ સાધર્મીઓની એવી ચર્ચાઓ રજુ કરીને સૌને આનંદ
આપશે આપ પણ આ વિભાગમાં ભાગ લઈને આનંદના ભાગીદાર બનો.
* ચારિત્ર અને સમ્યક્ત્વ *
એક મુમુક્ષુ: ચારિત્રદશા ધારણ કર્યે જ મોક્ષ પમાય છે.
બીજો મુમુક્ષુ: એ વાત તદ્ન સત્ય છે [પરંતુ ચારિત્રદશા સમ્યગ્દર્શન પૂર્વક જ હોય છે.
સમ્યગ્દર્શન વગરના આચરણની મોક્ષમાર્ગમાં કાંઈ જ ગણતરી નથી; માટે પ્રથમ
સમ્યગ્દર્શન કરજે. સમ્યગ્દર્શન તે મોક્ષમાર્ગમાં પ્રવેશવાની ટિકિટ છે એના વગર
મોક્ષમાં દાખલ થવા જઈશ તો ગુનેગાર બનીશ.)
* સુખ....જ્ઞાનથી મળે, રાગથી નહીં *
એક મુમુક્ષુ: ભૈયા, અનેકવિધ શુભભાવ કરવા છતાં જીવને જરાય સુખ કેમ નહીં
મળતું હોય?
બીજો મુમુક્ષુ: અરે ભાઈ! સુખ તે કાંઈ રાગથી મળે?–ના; સુખ તો જ્ઞાનથી જ મળે.
પંચમહાવ્રતનો શુભરાગ પણ અજ્ઞાનીને જરાય સુખનું કારણ નથી થતો;–
ક્્યાંથી થાય? એ તો રાગ છે, રાગ તે કાંઈ સુખનું કારણ હોય? રાગના ફળમાં
બહારનો સંયોગ મળે, ને અંદર આકુળતા થાય, પણ કાંઈ ચૈતન્યની શાંતિ
રાગથી ન મળે. આત્માના અતીન્દ્રિય સ્વરૂપને જાણનારું સમ્યગ્જ્ઞાન તે જ
સુખનું કારણ છે. ચૈતન્યના જ્ઞાનથી જ શાંતિનું વેદન થાય છે. (‘જ્ઞાનસમાન ન
આન જગતમેં સુખકો કારણ’)
* પીંછી અને મોક્ષ *
એક મુમુક્ષુ: પીંછી લીધા વગર મોક્ષ થવાનો નથી.
બીજો મુમુક્ષુ: હા, અને પીંછી છોડયા વગર પણ મોક્ષ થવાનો નથી. [માટે પીંછી મોક્ષનું
કારણ નથી; મોક્ષનું કારણ બીજું જ છે, તેને તું આત્મામાં શોધ.)