Atmadharma magazine - Ank 380
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 45

background image
: ૪ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
* ગણધરની જેમ........સર્વજ્ઞના પુત્ર છીએ *
એક મુમુક્ષુ: મોક્ષના સાધક સમ્યગ્દ્રષ્ટિને કેવી નિઃશંકતા હોય છે?
બીજો મુમુક્ષુ: અહા, એની શી વાત! મતિશ્રુતજ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ જાણે છે કે અમે પણ
સર્વજ્ઞપદને સાધનારા સર્વજ્ઞદેવના પુત્ર છીએ. એક જ પિતાના બે પુત્રોની જેમ
કેવળજ્ઞાન અને મતિજ્ઞાન બંનેની જાત એક જ છે. ગણધરો–મુનિવરો તે મોટા
પુત્રો છે, ને અમે અવિરત–સમકિતી નાના પુત્ર છીએ, –નાના પણ સર્વજ્ઞના
પુત્ર છીએ, એટલે રાગથી જુદા પડ્યા છીએ ને મોક્ષને સાધી રહ્યા છીએ. જ્ઞાન
અને રાગની ભિન્નતાના ભેદજ્ઞાનવડે રાગ સાથેનું સગપણ તોડીને સર્વજ્ઞપદ
સાથે સગપણ બાંધ્યું છે–તેથી અમારું ચિત્ત પરમ શાંત થયું છે, ને ગણધરાદિની
જેમ અમે પણ આનંદથી પ્રભુના મોક્ષમાર્ગમાં ચાલી રહ્યા છીએ. શ્રી
ગૌતમગણધરને ‘सर्वज्ञपुत्र’ કહ્યા છે; (‘साक्षात् सर्वज्ञपुत्र.... ’ આદિપુરાણ
૨–૫૪) પં. બનારસીદાસજીએ સમ્યગ્દ્રષ્ટિને ‘જિનેશ્વર કે લઘુનન્દન’ કહ્યા છે.
મુનિઓ તે બડા પુત્ર છે ને સમ્યગ્દ્રષ્ટિ–ચોથા ગુણસ્થાની તે છોટાપુત્ર છે,
–ભલેનાના...પણ છે સર્વજ્ઞના પુત્ર, સર્વજ્ઞની જાતના. જેમ નાનું પણ સિંહનું
બચ્ચું–તે મોટા હાથીનેય ભગાડે, તેમ સમ્યગ્દ્રષ્ટિ ભલે નાનો પણ સર્વજ્ઞનો પુત્ર,
તેનું જ્ઞાન ભલે થોડું પણ સર્વજ્ઞની જાતનું સમ્યગ્જ્ઞાન, તે સર્વે મોહરૂપી હાથીને
ભગાડી મુકે ને સિદ્ધપદને સાધે એવી તાકાતવાળું છે.
* મહિલાવર્ષની ઉજવણી *
એક મુમુક્ષુબેન: બહેન! સાંભળ્‌યું છે કે હમણાં આખી દુનિયામાં ‘મહિલાવર્ષ’ ઊજવાઈ
રહ્યું છે. તો આપણે બહેનોએ પણ તેમાં ભાગ ન લેવો જોઈએ?
બીજી મુમુક્ષુબેન: હા બહેન, જરૂર ભાગ લેવો જોઈએ. પણ તે માટે આપણે શું કરીશું?
‘આત્મધર્મ’ માં તેની સલાહ પુછાવીએ તો!
‘ના રે બેન! તારે પૂછાવવાનીયે જરૂર નહિ પડે. જો, આ જ અંકમાં છઠ્ઠા પાને
તેની વિગત આપી છે, તે ધ્યાનથી વાંચી લે...તેમાં બહુ સરસ વાત છે. ’
૦ ૦ ૦
* “આત્મધર્મ મેરા ઐસા પરમ મિત્ર હૈ જો પગપગ પર આનેવાલે પ્રતિકૂલ
પ્રસંગોં પર મેરે પરિણામોંકી સંભાલ કરતા હૈ ઔર મુઝે તીવ્ર કષાયરૂપી અગ્નિમેં
જલનેસે બચાતા હૈ
ઉસકે બિના મુઝે ચૈન નહીં પડતી હૈં।” –એક મુમુક્ષુ.