: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૩ :
ચિત્ત સદાય બાહ્યવિષયો પ્રત્યેના રાગદ્વેષથી વિક્ષિપ્ત જ રહે છે. અને જેનું ચિત્ત અંતર્મુખ
થઈને ચૈતન્યના અતીન્દ્રિય આનંદના વેદનમાં જોડાયેલું છે તેનું ચિત્ત અવિક્ષિપ્ત રહે છે,
કોઈપણ વિષયોથી વિક્ષિપ્ત થતું નથી, કેમકે બાહ્યવિષયો તરફ તેનું વલણ જ નથી.
આત્માનો આનંદ ‘નિર્વિષય’ છે એટલે કે બાહ્યવિષયો વિનાનો છે. અહા! જ્યાં
અંતરના આનંદમાં અનુભવમાં લીન થયો ત્યાં જગતના બાહ્યવિષયો તેને શું કરે?
જગતનો કોઈ અનુકૂળ વિષય તેને લલચાવવા સમર્થ નથી, તેમ જ ગમે તેવો પ્રતિકૂળ
વિષય પણ તેને ડગાવવા સમર્થ નથી; તેના ચિત્તમાં કોઈ પ્રત્યેના રાગદ્વેષનો વિક્ષેપ જ
રહ્યો નથી, સમભાવમાં તેનું ચિત્ત સ્થિર થયું છે. આવું અવિક્ષિપ્ત ચિત્ત તે મોક્ષનું કારણ
છે; માટે હે ભવ્ય જીવો! આનંદસ્વરૂપ આત્માને ઓળખીને ચિત્તને તેમાં સ્થિર કરો
એવો સંતોનો ઉપદેશ છે.
પોતાના જ્ઞાનતત્ત્વના દ્રઢ સંસ્કારવડે સ્વરૂપમાં સ્થિર થતાં રાગ–દ્વેષનો નાશ થઈ
જાય છે.
જ્ઞાનસ્વભાવની ભાવનાથી જેણે પોતાના ચિત્તને સ્વરૂપમાં એકાગ્ર કરીને
અવિક્ષિપ્ત કર્યું છે તેને માન–અપમાનથી વિક્ષેપ થતો નથી; અને જેનું ચિત્ત
ચૈતન્યભાવનામાં એકાગ્ર નથી થયું તેને જ માન–અપમાનથી ચિત્તમાં વિક્ષેપ–ક્ષુબ્ધતા
થાય છે.
‘આણે મને બહુમાન આપ્યું’ આણે મારું અપમાન કર્યું, આણે મારો તિરસ્કાર
કર્યો, આણે મારી નિંદા કરી’–આવી માન–અપમાનની કલ્પના જીવને ત્યાં સુધી જ
સતાવે છે કે જ્યાં સુધી તેનું ચિત્ત પોતાના જ્ઞાનમાં ઠરતું નથી. ચૈતન્યના આનંદમાં લીન
થતાં, કોણ મારી સ્તુતિ કરે છે કે કોણ મારી નિંદા કરે છે–એનો વિકલ્પ જ ઊઠતો નથી,
સર્વત્ર સમભાવ જ વર્તે છે–
જુઓ, આ સંતોની સમાધિદશા!–પણ આવી વીતરાગી સમાધિ કઈ રીતે થાય?
કે જ્ઞાનસ્વભાવનું ભાન કરીને તેમાં એકાગ્રતાના દ્રઢ સંસ્કારથી આવી વીતરાગી સમાધિ
થાય છે.
મારા જ્ઞાનસ્વભાવ સિવાય બીજું કોઈ મારું નથી, ઈન્દ્રિયોનો મને આધાર નથી,
રાગનું મને શરણ નથી,–આવી ભાવનાવાળા જ્ઞાનીને પરદ્રવ્યથી પોતાનું માન–અપમાન
લાગતું નથી. મારી મહત્તા તો મારા જ્ઞાનસ્વભાવથી જ છે, મારા સ્વભાવની મહત્તાને
તોડવા જગતમાં કોઈ સમર્થ નથી.
–આમ પોતાના સ્વભાવની મહત્તા જેને નથી ભાસતી ને પરસંયોગવડે જેણે