Atmadharma magazine - Ank 381
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 53

background image
: ૧૪ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૧
પોતાની મહત્તા માની છે એવા અજ્ઞાનીને માન–અપમાન લાગ્યા વગર રહેતું નથી. કોઈ
અપમાન કરે–નિંદા કરે–દ્વેષ કરે ત્યાં જાણે કે મારો સ્વભાવ જ હણાઈ ગયો–એમ
અજ્ઞાનીને અપમાન લાગે છે, અને બહારમાં જ્યાં અનુકૂળતા ને માન મળે ત્યાં જાણે કે
મારો સ્વભાવ વધી ગયો–એમ મૂઢ જીવ માને છે. આવી માન–અપમાનની વૃત્તિ
અજ્ઞાનીને થાય છે. જ્ઞાનીને આવા પ્રકારની માન–અપમાનની વૃત્તિ થતી નથી, કેમકે
પરસંયોગવડે પોતાના આત્માની મહત્તા કે હીનતા તે માનતા નથી.
કોઈ નિંદા કરે કે પ્રશંસા કરે, તે બંને વખતે હું તો તેનાથી જુદો જ્ઞાનસ્વરૂપ છું,
નિંદાના કે પ્રશંસાના શબ્દો મારામાં આવતા નથી, નિંદા કરનાર તેના પોતાના
દ્વેષભાવને કરે છે, પ્રશંસા કરનાર તેના પોતાના રાગભાવને કરે છે, પણ મારા
જ્ઞાનસ્વભાવમાં તે કાંઈ કરતા નથી–આવા ભાનમાં ધર્મીને માન–અપમાનની બુદ્ધિ છૂટી
ગઈ છે.
સ્વભાવભાવનાવડે તેમને માન–અપમાનની વૃત્તિ ટળીને સમાધિ–શાંતિ થાય છે.
ભરત અને બાહુબલી બંને ચરમશરીરી સમકિતી હતા; ભરતચક્રવર્તીએ બાહુબલીને
નમવાનું કહ્યું, ત્યાં બાહુબલીને એમ થયું કે અમારા પિતાજીએ (ઋષભદેવ ભગવાને)
અમને બંનેને રાજ આપ્યું છે, ભરત રાજા છે તેમ હું પણ રાજા છું–તો હું ભરતને કેમ
નમું? એમ જરાક માનની વૃત્તિ આવી; બંને વચ્ચે લડાઈ થતાં ભરત હારી ગયા; ત્યાં
તેને જરાક અપમાનની વૃત્તિ થઈ; છતાં તે બંને ધર્માત્માને તે વખતેય જ્ઞાનસ્વભાવની
જ ભાવના છે, જ્ઞાનસ્વભાવની ભાવના છૂટીને રાગદ્વેષની વૃત્તિ થઈ નથી,
જ્ઞાનભાવનાની જ અધિકતા છે; માન–અપમાનની વૃત્તિ થઈ માટે તે વખતે તે અજ્ઞાની
હતા–એમ નથી; અંદર જ્ઞાનભાવનાનું જોર પડ્યું છે, તેથી માન–અપમાનરૂપે તેમનું
જ્ઞાન પરિણમતું જ નથી, એ વાતની અજ્ઞાનીને ઓળખાણ નથી.
જ્ઞાનસ્વભાવની ભાવનામાં જ્ઞાનીને જ્ઞાનનું જ પરિણમન થાય છે, માન–અપમાન
થતું નથી; જરાક રાગદ્વેષની વૃત્તિ થાય ત્યાં તે વૃત્તિને પણ જ્ઞાનથી ભિન્નરૂપ જ જાણે છે
ને જ્ઞાનસ્વભાવની જ ભાવનાવડે જ્ઞાનની અધિકતારૂપે જ પરિણમે છે. જ્ઞાનીની આવી
આત્મભાવનાને અજ્ઞાની ઓળખતો નથી, એટલે જ્ઞાનીને જરાક રાગ–દ્વેષની વૃત્તિ દેખે ત્યાં
તેને એવો ભ્રમ થાય છે કે જ્ઞાની આ રાગ–દ્વેષને જ કરે છે. પણ જ્ઞાની તો તે વખતે રાગ–
દ્વેષથી અધિક જ્ઞાનભાવરૂપે જ પરિણમે છે તેને ખરેખર જ્ઞાની જ ઓળખે છે.
ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગમાં કે અનુકૂળ પ્રસંગમાં પણ ચૈતન્યભાવનાવાળો જીવ
પોતાના સમ્યગ્દર્શનાદિથી ચ્યૂત થતો નથી, જ્ઞાનભાવથી ચ્યૂત થતો નથી. આ રીતે જ્ઞાન–