: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૫ :
સ્વભાવની ભાવના જ વીતરાગી સમાધિનો ઉપાય છે, માટે તે જ ભાવના કરવા જેવી
છે, એમ પૂજ્યપાદ–પ્રભુનો ઉપદેશ છે.
જ્ઞાની તો જાણે છે કે માનનો પ્રસંગ હો કે અપમાનનો પ્રસંગ હો, હું તો જ્ઞાન જ
છું; અનુકૂળ પ્રસંગ વખતે પણ હું તો ‘જ્ઞાન’ જ છું, ને પ્રતિકૂળ પ્રસંગ વખતે પણ હું તો
‘જ્ઞાન’ જ છું; એમ સર્વ પ્રસંગે હું તો જ્ઞાનસ્વભાવ જ છું–એવી જ્ઞાનભાવના જ્ઞાનીને
વર્તે છે, ને તે જ્ઞાનભાવનાના જોરે તેને રાગ–દ્વેષનો નાશ જ થતો જાય છે, એટલે તેને
સમાધિ–શાંતિ થાય છે. માટે–
[હવે માન–અપમાન સંબંધી વિકલ્પો દૂર કરવાનો ઉપાય બતાવશે.]
* * * * *
• સોનગઢમાં જૈનદર્શન–શિક્ષણવર્ગ •
સોનગઢમાં દરવર્ષની માફક શ્રાવણ માસમાં
તત્ત્વજિજ્ઞાસુ જૈન ભાઈઓ માટેનો શિક્ષણવર્ગ વીસ દિવસ
ચાલશે. શ્રાવણ સુદ પાંચમને સોમવાર તા. ૧૧–૮–૭૫ થી
શરૂ કરીને શ્રાવણ વદ આઠમને શનિવાર તા. ૩૦–૮–૭૫
સુધી ચાલશે. શિક્ષણવર્ગમાં મોક્ષમાર્ગપ્રકાશક, દ્રવ્યસંગ્રહ
અને જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ચાલશે; જેમની પાસે તે
પુસ્તકો હોય તેમણે સાથે લાવવા. શિક્ષણવર્ગમાં લાભ લેવા
જેમની ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે જણાવવા ખાસ
સૂચના છે.–
“શિક્ષણવર્ગ” શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ ()