: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૯ :
ય
અપૂર્વ શાંતિ પામવા આત્માને ઓળખો ય
[લેખાંક ૮ ]
સમાધિશતકના ૩૮ મા શ્લોકમાં કહ્યું કે જેનું ચિત્ત પોતાના
ચૈતન્યમાં સ્થિર નથી તેને જ માન–અપમાનના વિકલ્પો સતાવે છે; માન–
અપમાનના વિકલ્પો દૂર કરવાનો ઉપાય એ જ છે કે ચિત્તને પોતાના
ચૈતન્યમાં સ્થિર કરવું. બહાર ભમતું ચિત્ત માન–અપમાનના પ્રસંગમાં દુઃખી
થયા વગર રહેતું નથી; પણ જો તેવા પ્રસંગે ચિત્તને સ્વસ્થ કરીને
શુદ્ધઆત્માની ભાવનામાં જોડે તો રાગ–દ્વેષ ક્ષણમાત્રમાં શાંત થઈ જાય છે.
આ રીતે આત્માની ભાવના તે જ માન–અપમાન સંબંધી રાગ–દ્વેષને
જીતવાનો ઉપાય છે.
(–સં.)
પહેલાંં તો રાગાદિથી રહિત તેમજ પરથી રહિત એવા શુદ્ધ
જ્ઞાનાનંદસ્વરૂપની ઓળખાણ કરવી જોઈએ; પછી અંતર્મુખ ઉપયોગ વડે તેને જ
વારંવાર ભાવતાં રાગાદિ અલોપ થઈ જાય છે, ને તત્ક્ષણ ઉપશાંતરસની ધારા
વરસે છે. –આનું નામ વીતરાગી સમાધિ છે. સમ્યગ્જ્ઞાન વગર આવી સમાધિ કે
શાંતિ થાય નહિં.
જીવને શાંતિ માટે અંદરમાં ખટક જાગવી જોઈએ કે મારા આત્માને શાંતિ
કઈ રીતે થાય? શાંતિના વેદન વગર બીજે ક્્યાંય એને ચેન ન પડે. અરે જીવ!
તારા આત્મા સિવાય બીજું કોઈ તને શરણ નથી. અંદર એક સમયમાં
જ્ઞાનાનંદથી પરિપૂર્ણ સત્ એવો તારો આત્મા જ તને શરણ છે; તેને ઓળખ,
ભાઈ!
બે સગા ભાઈ હોય; પાપ કરીને બેય નરકમાં એકસાથે ઉપજ્યા હોય.
ત્યાં એક સમકિતી હોય, બીજો મિથ્યાદ્રષ્ટિ હોય. તેમાં સમકિતીને તો નરકની
ઘોર પ્રતિકૂળતાની