સંયોગોની સામે જોઈને દુઃખની વેદનામાં તરફડે છે...તેના ભાઈને પૂછે છે કે ‘અરે
ભાઈ! કોઈ શરણ? આ ઘોર દુઃખમાં કોઈ સહાયક? –કોઈ આ વેદનાથી છોડાવનાર?
–હાય! આ અસહ્ય વેદનાથી કોઈ બચાવનાર? ’
ચૈતન્યભાવના વિના બીજું કોઈ દુઃખથી બચાવનાર નથી, બીજું કોઈ સહાયક નથી. આ
દેહ ને આ પ્રતિકૂળ સંયોગો એ બધાયથી પાર ચૈતન્યસ્વરૂપી આત્મા છે, –આવા
ભેદજ્ઞાનની ભાવના સિવાય જગતમાં કોઈ બીજું તને દુઃખથી બચાવનાર નથી, કોઈ
શરણ દેનાર નથી. માટે હે ભાઈ! એકવાર સંયોગને ભૂલી જા...ને અંદર ચૈતન્યતત્ત્વ
આનન્દસ્વરૂપ છે તેની સન્મુખ જો. તે એક જ શરણ છે. પૂર્વે આત્માની દરકાર કરી
નહિ, પાપ કરતાં પાછું વાળીને જોયું નહિ તેથી આ નરકમાં અવતાર થયો....હવે આ જ
સ્થિતિમાં હજારો–લાખો વર્ષનું આયુષ્ય પૂરું કર્યે જ છૂટકો. સંયોગ નહિ ફરે, તારું લક્ષ
ફેરવી નાંખ. સંયોગથી આત્મા જુદો છે તેના ઉપર લક્ષ કર. સંયોગમાં તારું દુઃખ નથી;
તારા આનંદને ભૂલીને તેં જ મોહથી દુઃખ ઊભું કર્યું છે, માટે એકવાર સંયોગને અને
આત્માને ભિન્ન જાણીને, સંયોગની ભાવના છોડ ને ચૈતન્યની ભાવના કર. હું તો
જ્ઞાનમૂર્તિ–આનંદમૂર્તિ છું, આ સંયોગ અને આ દુઃખ બંનેથી જુદો મારો આત્મસ્વભાવ
જ્ઞાન–આનંદની મૂર્તિ છે. –આમ આત્માનો નિર્ણય કરીને ભાવના કરવી તે જ દુઃખના
નાશનો ઉપાય છે.
છે. તેમાં દુઃખનો પ્રવેશ નથી...એવા ચૈતન્યમાં એકાગ્ર થઈને નિવાસ કરવો તે જ દુઃખથી
છૂટકારાનો ઉપાય છે. કષાયોથી સંતપ્ત આત્માને પોતાના શુદ્ધસ્વરૂપનું ચિંતન જ શાંતિ
આપનાર છે. માટે ‘જિનેન્દ્રબુદ્ધિ’ શ્રી પૂજ્યપાદસ્વામી કહે છે કે હે અંતરાત્મા! રાગ–
દ્વેષાદિ વિભાવોની ઉત્પત્તિ અટકાવવા માટે સ્વસ્થ થઈને શાંતચિત્તે તારા શુદ્ધ આત્માની
ભાવના કર...તેના ચિંતનથી તારા વિભાવો ક્ષણમાત્રમાં શાંત થઈ જશે.