ત્યાં બીજા મુનિઓ તેને અત્યંત વાત્સલ્યથી વૈરાગ્યસંબોધન કરીને શૂરવીરતા જગાડે છે
કે અરે મુનિરાજ! અંતરમાં જઈને નિર્વિકલ્પરસનાં પાણી પીઓ! અંતરમાં અતીન્દ્રિય
આનંદના સાગરમાંથી અમૃત પીઓ....ને આ પાણીની વૃત્તિ છોડો....અત્યારે સમાધિનો
અવસર છે. અનંતવાર દરિયા ભરાય એટલાં જળ પીધાં...છતાં તૃષા ન છીપી...માટે એ
પાણીને ભૂલી જાઓ....ને અંતરના નિર્વિકલ્પ અમૃતનું પાન કરો....આરાધનામાં શૂરવીર
થઈને નિર્વિકલ્પ આનંદમાં લીન થાઓ. અત્યારે તેનો અવસર છે.
તે મુનિરાજ પાણીની વૃત્તિ તોડીને અતીન્દ્રિય આનંદના નિર્વિકલ્પ અમૃત પીએ છે.
विवेकंअंजुलिंकृत्वा तत्पिबंति तपस्विनः
ઉપદેશરૂપી બખ્તર પહેરાવે છે; તેનું અદ્ભુત ભાવભીનું વર્ણન ભગવતીઆરાધનાના
‘કવચ’ અધિકારમાં શિવકોટિ આચાર્યદેવે કર્યું છે. તે ભાવભીના પ્રસંગનું વર્ણન વાંચતા
જાણે આરાધક મુનિવરોનો સમૂહ નજર સામે જ બેઠો હોય, ને મુનિરાજ આરાધનાના
ઉપદેશની કોઈ અખંડ ધારા વહેવડાવી રહ્યા હોય એવી ઊર્મિઓ જાગે છે, ને એ
આરાધક સાધુ ભગવંતો પ્રત્યે હૃદય નમી પડે છે; આરાધના પ્રત્યે અચિંત્ય મહિમા અને
બહુમાન જાગે છે. વિશેષ વર્ણન માટે ‘શૂરવીર સાધક’ નામનું પુસ્તક વાંચો