Atmadharma magazine - Ank 382
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 55

background image
: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૩ :
સિવાય બાહ્ય પદાર્થો તરફ વલણ રાખીને રાગ–દ્વેષ ટાળવા માંગે તો તે કદી ટળી શકે
નહીં. પહેલાંં તો દેહાદિથી ભિન્ન ને રાગાદિથી પણ પરમાર્થે ભિન્ન એવા ચિદાનંદસ્વરૂપનું
ભાન કર્યું હોય, તેને જ તેમાં ઉપયોગની લીનતા થાય. પરંતુ જે જીવ દેહાદિની ક્રિયાને
પોતાની માનતો હોય, કે રાગથી લાભ માનતો હોય તેનો ઉપયોગ તે દેહથી ને રાગથી
પાછો ખસીને ચૈતન્યમાં વળે જ ક્્યાંથી? જ્યાં લાભ માને ત્યાંથી પોતાના ઉપયોગને કેમ
ખસેડે?–ન જ ખસેડે. માટે ઉપયોગને પોતાના ચિદાનંદસ્વરૂપમાં એકાગ્ર કરવા ઈચ્છનારે
પ્રથમ તો પોતાના સ્વરૂપને દેહાદિથી ને રાગાદિથી અત્યંત ભિન્ન જાણવું જોઈએ.
જગતના કોઈ પણ બાહ્ય વિષયોમાં કે તે તરફના રાગમાં ક્્યાંય સ્વપ્નેય મારું સુખ કે
શાંતિ નથી, અનંતકાળ બહારના ભાવો કર્યા પણ મને કિંચિત્ સુખ ન મળ્‌યું. જગતમાં
ક્્યાંય પણ મારું સુખ હોય તો તે મારા નિજસ્વરૂપમાં જ છે, બીજે કયાંય નથી. માટે હવે
હું બહારનો ઉપયોગ છોડીને, મારા સ્વરૂપમાં જ ઉપયોગને જોડું છું. –આવા દ્રઢ
નિર્ણયપૂર્વક ધર્મી જીવ વારંવાર પોતાના ઉપયોગને અંર્તસ્વરૂપમાં જોડે છે.
આ રીતે ઉપયોગને અંર્તસ્વરૂપમાં જોડવો તે જ જિનઆજ્ઞા છે, તે જ આરાધના
છે, તે જ સમાધિ છે, તે જ સુખ છે ને તે જ મોક્ષનો પંથ છે.
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે, તેને ભૂલીને દેહાદિકમાં આત્મબુદ્ધિરૂપ જે વિભ્રમ છે
તે જ દુઃખનું મૂળ છે. તે આત્મવિભ્રમથી થયેલું દુઃખ આત્મજ્ઞાનવડે જ દૂર થાય છે.
‘દેહાદિકથી ભિન્ન જ્ઞાનદર્શનસ્વરૂપ જ હું છું, બીજું કાંઈ મારું નથી’ –એવા આત્મજ્ઞાન
વગર દુઃખ મટવાનો બીજો કોઈ ઉપાય નથી. આવા આત્મજ્ઞાન વગર ઘોર તપ કરે
તોપણ જીવ નિર્વાણપદને પામતો નથી.
જેઓ આત્મજ્ઞાનનો પ્રયત્ન કરે છે તેઓ જ દુઃખથી છૂટે છે. જેઓ આત્મજ્ઞાનનો
પ્રયત્ન નથી કરતા તેઓ દુઃખથી છૂટતા નથી.
જુઓ, આ શાસ્ત્રકર્તા શ્રી પૂજ્યપાદસ્વામીએ તત્ત્વાર્થસૂત્ર ઉપર ‘સર્વાર્થસિદ્ધિ’
નામની મહાન ટીકા રચી છે; તેઓ કહે છે કે આત્માનો વિભ્રમ તે જ દુઃખનું કારણ છે;
કર્મના કારણે દુઃખ છે એમ ન કહ્યું, પણ આત્મજ્ઞાનનો પ્રયત્ન પોતે નથી કરતો તેથી જ
દુઃખ છે. ‘કર્મ’ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ’ –પોતાની ભૂલથી જ આત્મા દુઃખી
થાય છે, કર્મ બિચારું શું કરે? પોતે જ આત્મજ્ઞાનનો યત્ન નથી કરતો તેથી દુઃખ છે,
છતાં અજ્ઞાની કર્મનો વાંક કાઢે છે કે કર્મ દુઃખ આપે છે, –પોતાનો વાંક બીજા ઉપર ઢોળે
છે–તે અનીતિ છે, તે જૈનનીતિને જાણતો નથી. જો જિનધર્મને જાણે તો આવી