: ૧૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧
અનીતિ સંભવે નહીં. મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહે છે કે “તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ
લગાવતો નથી એ જીવનો જ દોષ છે...જીવ પોતે તો મહંત રહેવા ઈચ્છે છે અને પોતાનો
દોષ કર્માદિકમાં લગાવે છે. પણ જિનઆજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહિ”
...એટલે કે જે પોતાનો દોષ કર્મ ઉપર ઢોળે છે તે જીવ જિનાજ્ઞાથી બહાર છે.
આત્મજ્ઞાન વગર રાગાદિક ખરેખર ઘટે જ નહિ. પહેલાંં આત્મજ્ઞાન કરે પછી તેમાં
લીનતાવડે રાગાદિક ઘટતાં વ્રત–તપ ને મુનિદશા થાય છે. પં. ટોડરમલ્લજી પણ કહે છે કે
જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાંં સમ્યક્ત્વ હોય પછી વ્રત હોય. હવે સમ્યક્ત્વ
તો સ્વ–પરનું શ્રદ્ધાન થતાં જાય છે, માટે પહેલાંં દ્રવ્યાનુયોગ–અનુસાર શ્રદ્ધાન કરી
સમ્યગ્દ્રષ્ટિ થાય અને પછી ચરણાનુયોગ–અનુસાર વ્રતાદિક ધારણ કરી વ્રતી થાય.
ભાઈ! તારે આત્માની શાંતિ જોઈતી હોય...અતીન્દ્રિય આનંદ જોઈતો હોય ને દુઃખને દૂર
કરવું હોય તો તારા આત્મજ્ઞાનનો ઉદ્યમ કર...આત્મજ્ઞાન તે એક જ શાંતિનો ને
આનંદનો ઉપાય છે, તે જ ઉપાયથી દુઃખ ટળે છે, બીજા કોઈ ઉપાયથી દુઃખ ટળતું નથી.
છહઢાળામાં કહ્યું છે કે–
“જ્ઞાન સમાન ન આન જગતમેં સુખકો કારણ,
યહ પરમામૃત જન્મ–જરા–મૃતુ રોગ નિવારણ.”
વળી તેમાં જ કહે છે કે–
“મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઊપજાયો,
પૈ નિજઆતમજ્ઞાન વિન સુખ લેશ ન પાયો.”
આત્મજ્ઞાન વગર એકલા શુભરાગથી પંચમહાવ્રત પાળીને ઠેઠ નવમી ગ્રૈવેયક
સુધી દેવલોકમાં ગયો, તોપણ ત્યાં જરાય સુખ ન પામ્યો, માત્ર દુઃખ જ પામ્યો. અજ્ઞાની
જીવની ક્રિયા સંસારને માટે સફળ છે, ને મોક્ષને માટે નિષ્ફળ છે; ને જ્ઞાનીની જે
ધર્મક્રિયા છે તે સંસારને માટે નિષ્ફળ છે ને મોક્ષને માટે સફળ છે. જેને અંતરમાં
સ્વસન્મુખ પ્રયત્ન નથી તે પરસન્મુખ જેટલો પ્રયત્ન કરે તેનું ફળ દુઃખ અને સંસાર જ
છે. આત્મસ્વભાવમાં સ્વસન્મુખ પ્રયત્નથી જ સુખ અને શાંતિ થાય છે; માટે સંતો
વારંવાર કહે છે કે–
ય
અપૂર્વ શાંતિ પામવા આત્માને ઓળખો ય