Atmadharma magazine - Ank 382
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 55

background image
: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૫ :
[ગુરુદેવે પ્રવચનમાં કહેલ ષટ્ખંડાગમનો સુંદર ન્યાય]
પર્યાયમાં દુઃખ વખતેય આત્મામાં સુખસ્વભાવ હોવાનો વિરોધ નથી.
પર્યાયમાં અજ્ઞાન હોવા છતાં આત્મામાં સર્વજ્ઞસ્વભાવ હોવાનો વિરોધ નથી.
પર્યાયમાં મિથ્યાત્વ વખતેય આત્મામાં સમ્યક્ત્વસ્વભાવ હોવાનો વિરોધ નથી.
પર્યાયમાં રાગ વખતેય આત્મામાં વીતરાગ–ચારિત્રસ્વભાવ હોવાનો વિરોધ નથી.
–પણ તે સ્વભાવનો સ્વીકાર કરતાં જ પર્યાયમાં તેનું ફળ આવે છે એટલે
મિથ્યાત્વાદિ રહેતા નથી ને સમ્યક્ત્વાદિ થાય છે.
પર્યાયમાં દુઃખ–મિથ્યાત્વાદિ હોવા છતાં તે જ વખતે સુખ વગેરે સ્વભાવથી ભરેલો
આત્મા તો ત્રિકાળમંગળસ્વરૂપ છે; ને એવા મંગળરૂપ આત્માનો સ્વીકાર કરનારને
પોતાની પર્યાયમાં મિથ્યાત્વાદિ અમંગળભાવો ટળીને સમ્યક્ત્વાદિ મંગળભાવો વર્તે છે.
મિથ્યાત્વાદિ અવસ્થા વખતે જ્ઞાનસ્વભાવી આત્માને મંગળ કહ્યો તેથી કાંઈ
મિથ્યાત્વાદિ ભાવોને મંગળપણું થઈ જતું નથી. આ સંબંધી ષટ્ખંડાગમના
મંગલાચરણમાં વીરસેનસ્વામીએ ઘણી સરસવાત સમજાવી છે. –(પુસ્તક ૧, પાનું ૩૫
થી ૩૯) ત્યાં આચાર્યદેવ કહે છે કે દ્રવ્યાર્થિકનયે જ્ઞાનદર્શનસ્વભાવરૂપ જીવદ્રવ્ય
અનાદિઅનંત મંગળ છે કેમકે ભાવિ કેવળજ્ઞાનાદિ મંગળપર્યાયોથી તે અભિન્ન છે.
• ત્યાં શિષ્ય શંકા કરે છે: જો એ રીતે જીવદ્રવ્યને ત્રિકાળ મંગળ કહેશો તો,
મિથ્યાદ્રષ્ટિઅવસ્થામાં રહેલા ‘જીવને’ પણ મંગળપણું પ્રાપ્ત થઈ જશે?
‘વાહ! એવો પ્રસંગ તો અમને ઈષ્ટ છે’ એમ કહીને આચાર્યદેવ ખુલાસો કરે છે
કે–તેથી કરીને કાંઈ મિથ્યાત્વાદિ ભાવોને મંગલપણું સાબિત નથી થઈ જતું,
–કેમકે તે મિથ્યાત્વાદિ ભાવોમાં જીવત્વ નથી, ‘
उनमें जीवत्व नहीं पाया
जाता;’ મંગલ તો જીવ છે અને તે જીવ કેવળજ્ઞાનાદિ અનંત ધર્મસ્વરૂપ છે તે
સ્વભાવથી જોતાં આત્મા ત્રિકાળ મંગળરૂપ છે.