: ૧૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧
પોતામાં ત્રિકાળસ્વભાવનું આવું અસ્તિત્વ જેને ભાસ્યું તેને જ્ઞાનાદિસ્વભાવો
આત્માના સ્વભાવને ત્રિકાળમંગળ કહ્યો તેથી કાંઈ તેની પર્યાયના
મિથ્યાત્વરાગાદિ ભાવોને પણ મંગળપણું થઈ જતું નથી. પર્યાયમાં અશુદ્ધતા વખતે પણ
દ્રવ્યસ્વભાવમાં તે જ વખતે શુદ્ધતા ને મંગળપણું બતાવીને, સ્વભાવ અને પરભાવની
ભિન્નતા સિદ્ધ કરી છે; તે ભિન્નતાનું ભેદજ્ઞાન થતાં જ જીવને પોતામાં સમ્યક્ત્વાદિ
મંગળભાવો પ્રગટ થઈ જાય છે.
• પર્યાયમાં મિથ્યાત્વ હોવા છતાં આત્મામાં સમ્યક્ત્વસ્વભાવ ત્રિકાળ છે–એમ
જેણે નક્કી કર્યું તેને પોતાની પર્યાયમાં મિથ્યાત્વ રહેતું નથી, સમ્યક્ત્વ હોય છે.
• એ જ રીતે અજ્ઞાનપર્યાય વખતે પણ આત્મામાં જ્ઞાનસ્વભાવ છે એમ જ્ઞાનસ્વભાવ
નક્કી કરનારને પર્યાયમાં અજ્ઞાન રહેતું નથી, સમ્યગ્જ્ઞાન થઈ જાય છે.
• એ જ રીતે કષાય વખતે પણ આત્મામાં અકષાય–શાંતસ્વભાવ વિદ્યમાન છે–
એમ નક્કી કરનારને પર્યાયમાં એકલો કષાય રહેતો નથી, કષાય વગરનું
અતીન્દ્રિય શાંતિનું વેદન તેને ચાલુ થઈ જાય છે.
આમ સ્વભાવના સ્વીકારની સાથે જ તેનું સમ્યક્ફળ આવી જાય છે એટલે કે
સર્વ ગુણોમાં સ્વભાવનું કાર્ય શરૂ થઈ જાય છે.
–એ જ છે સમ્યક્ત્વ ને એ જ છે સાધકદશા!
અહા, આત્માના સ્વસંવેદન–પ્રત્યક્ષનું કોઈ અપાર સામર્થ્ય
છે; સ્વસંવેદનથી અંતરમાં ચૈતન્યરસ ચાખ્યા પછી હવે અમારું
ચિત્ત બીજે ક્્યાંય લાગતું નથી. ચૈતન્યરસના સ્વાદ પાસે આખું
જગત નીરસ લાગે છે.