: ૨૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧
[અહીં કમલા (વસંતતિલકાની પુત્રી) ને માતા સાથે છ સગાઈ, ભાઈ સાથે છ
સગાઈ, અને સાવકા પુત્ર સાથે છ સગાઈ,–એમ એક જીવને એક જ ભવમાં ૧૮
સંબંધની કથા ટીકામાં લખી છે.]
(૬૬) સંસાર–પરિભ્રમણ પાંચ પ્રકારનું છે: (૧) દ્રવ્યથી, (ર) ક્ષેત્રથી, (૩) કાળથી,
(૪) ભવભ્રમણથી અને (પ) ભાવસંસાર.
(૬૭) મિથ્યાત્વ અને કષાયથી સંયુક્ત જીવ, અનેક પ્રકારનાં કર્મરૂપ પુદ્ગલોને તેમજ
નોકર્મરૂપ પુદ્ગલોને સમયેસમયે બાંધે છે તથા છોડે છે. (તે દ્રવ્યપરિવર્તનરૂપ
સંસાર છે. ૧)
(૬૮) આ સમસ્ત લોકાકાશના પ્રદેશોમાં એવો કોઈ પણ પ્રદેશ નથી કે જ્યાં સર્વે જીવો
ઘણીવાર જન્મ્યા તથા મર્યા ન હોય. (આ ક્ષેત્રપરિવર્તનરૂપ સંસાર છે. ૨)
(૬૯) ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળના પ્રથમ સમયથી માંડીને છેલ્લા સમય પર્યંત
અનુક્રમે બધા સમયોમાં સંસારીજીવ જન્મે છે તથા મરે છે. (આ
કાળપરિવર્તનરૂપ સંસાર છે. ૩)
(૭૦) સંસારીજીવ નરકાદિ ચારેગતિમાં જધન્યસ્થિતિથી માંડીને ઉત્કૃષ્ટસ્થિતિ પર્યંત
સર્વે સ્થિતિમાં ગ્રૈવેયક સુધી જન્મે છે. (આ ભવપરિવર્તનરૂપ સંસાર છે. ૪)
(૭૧) ભાવસંસારમાં વર્તતો સંજ્ઞી જીવ સ્થિતિબંધના નિમિત્તભૂત તથા
અનુભાગબંધના નિમિત્તભૂત વિવિધ કષાયભાવોરૂપે પરિણમે છે. (તે
ભાવપરિવર્તનરૂપ સંસાર છે. પ)
(૭ર) એ પ્રમાણે જેમાં અનેક દુઃખો ભરેલા છે એવા પંચ પ્રકારના પરિભ્રમણરૂપ
સંસારમાં મિથ્યાત્વના દોષને લીધે જીવ અનાદિકાળથી ભ્રમણ કરે છે.
(૭૩) આ પ્રમાણે સંસારનું સ્વરૂપ જાણીને, સર્વપ્રકારના ઉદ્યમ વડે મોહને છોડીને, હે
ભવ્ય જીવો! તમે પોતાના તે શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માને ધ્યાવો કે જેથી
સંસારભ્રમણનો નાશ થાય.
પંચવિધ છે ભ્રમણ જ્યાં દુઃખરૂપ સંસાર;
મિથ્યા તમ–નિજદોષથી ભમતો જીવ અપાર.
(ત્રીજી સંસાર–અનુપ્રેક્ષા પૂરી થઈ.) [લેખમાળા: ચાલુ]
મિથ્યાત્વ આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે,
સમ્યક્ત્વઆદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે.
– શ્રી કુંદકુંદસ્વામી