: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૧ :
વળી કોઈને તો સ્ત્રી દુષ્ટ છે; કોઈનો પુત્ર દુર્વ્યસનમાં પડેલો છે, કોઈના
બંધુજનો દુશ્મન જેવા છે અને કોઈની પુત્રી દૂરાચારિણી છે. કોઈનો સુપુત્ર મરી
જાય છે, કોઈની વહાલી સ્ત્રી મરી જાય છે, અને કોઈના ઘર–કુટુંબ વગેરે
અગ્નિમાં બળી જાય છે.
(પપ) એ રીતે મનુષ્યગતિમાં અનેક પ્રકારનાં દુઃખોને સહન કરતો હોવા છતાં પણ
જીવ ધર્મમાં બુદ્ધિ જોડતો નથી અને પાપરંભને છોડતો નથી.
(પ૬) ધનસહિત હોય તે તો નિર્ધન થઈ જાય છે, વળી ધનહીન હોય તે ઐશ્વર્યવાન
બની જાય છે; રાજા હોય તે સેવક થઈ જાય છે ને વળી સેવક હોય તે રાજા થઈ
જાય છે.
(૫૭) કર્મના વિપાકને વશ, જે શત્રુ હોય તે પણ મિત્ર થઈ જાય છે, તેમજ જે મિત્ર
હોય તે શત્રુ બની જાય છે,–એવો જ સંસારનો સ્વભાવ છે.
[દેવગતિનાં દુઃખોનું વર્ણન]
(પ૮) વળી સંસારમાં ભમતાં જીવ ક્્યારેક દેવ પણ થાય તો ત્યાંય વિશેષ ઋદ્ધિવાળા
દેવોની ઋદ્ધિ–સંપત્તિ દેખીને તેને માનસિક દુઃખ થાય છે.
(પ૯) વિષયોની તૃષ્ણાને લીધે મહર્દ્ધિક દેવોને પણ ઈષ્ટવિયોગનું દુઃખ થાય છે. અરેરે,
સંસારમાં જેનું સુખ વિષયોને આધીન છે તેને તૃપ્તિ ક્્યાંથી થાય?
(૬૦) શારીરિકદુઃખ કરતાં માનસિકદુઃખ ઘણું આકરું હોય છે. માનસિક દુઃખવાળા
જીવને વિષયો પણ દુઃખદાયક થઈ પડે છે.
(૬૧) મનોહર વિષયો વડે દેવોને જે સુખ દેખાય છે તે પણ વિચાર કરતાં દુઃખ જ છે;
કેમકે વિષયોને વશ જે સુખ છે તે પણ દુઃખનું જ કારણ છે.
(૬ર) એ રીતે પરમાર્થથી વિચાર કરતાં, સર્વ પ્રકારે અસાર અને ઘોર દુઃખના સાગર
એવા સંસારમાં શું કોઈને ક્્યાંય જરા પણ સુખ છે? –ના.
(૬૩) હે પ્રાણીઓ! તમે મોહનું માહાત્મય તો દેખો! –કે દુષ્કૃત કર્મને વશ રાજા પણ
મરીને અશુચી–વિષ્ટામાં કીડો થાય છે, અને તે વિષ્ટામાં જ તે રતિ કરે છે.
(૬૪–૬૫) દેખો સંસારની વિચિત્રતા! જે પુત્ર હતો તે ભાઈ થયો; તે જ ભાઈ દીયર
પણ થયો; માતા તે જ શોક્ય થઈ અને પિતા તે પતિ થયો.–એક જીવને એક
ભવમાં જ આટલા સંબંધ થાય છે; તો ધર્મરહિત જીવોને અન્ય ભવનું તો કહેવું જ શું?