ઉદરાગ્નિ થી બળતો થકો તીવ્ર દુઃખ પામે છે.
(૪૪) પૂર્વોક્ત પ્રકારે તિર્યંચ યોનિમાં જીવ અનેક પ્રકારનાં દુઃખો સહન કરે છે. માંડમાંડ
તે તિર્યંચગતિમાંથી નીકળીને મનુષ્ય થાય તો તે લબ્ધિ–અપર્યાપ્ત થાય છે, એટલે કે
શરીરાદિની રચના પૂરી થયા પહેલાંં જ મરી જાય છે.
અત્યંત સંકોચાઈને રહે છે, તથા યોનિમાંથી બહાર નીકળતાં પણ તીવ્ર દુઃખને પામે છે.
(૪૬) ગર્ભમાંથી નીકળ્યા પછી, બાલ્યઅવસ્થામાં જ માતા–પિતા મરી જતાં બીજાનું
એઠું–જુઠું ખાઈને જીવે છે, એ રીતે ભીખારી થઈને ઘણા દુઃખમાં કાળ ગુમાવે છે.
(૪૭) આ લોકમાં સર્વ જીવો પોતાના દુષ્કર્મને વશ પાપના ઉદયથી આવા દુઃખો
ભોગવે છે, છતાં ફરીથી પાછા પાપ જ કરે છે, કોઈ પુણ્યઉપાર્જન કરતા નથી.
(૪૮) જે સમ્યગ્દ્રષ્ટિ છે, વ્રતધારી છે, ઉત્તમક્ષમાદિરૂપ ઉપશમભાવ સહિત છે તથા
પોતાના દોષની નિંદા–ગર્હણા સહિત છે–એવા કોઈ વિરલા જીવો જ પુણ્ય ઉપાર્જન કરે છે.
(૪૯) આ સંસારમાં પુણ્યવંત જીવોને પણ ઈષ્ટનો વિયોગ તથા અનિષ્ટનો સંયોગ થતો
દેખાય છે. જુઓ, અભિમાન સહિત એવો ભરત ચક્રવર્તી પણ પોતાના નાના ભાઈ
બાહુબલીવડે પરાજીત થયો.
(પ૦) આ સંસારમાં સકલ વિષય–સામગ્રીનો યોગ મહાપુણ્યવંતને પણ સર્વાંગપણે
મળતો નથી,–બધી જ ઈષ્ટસામગ્રી મહા પુણ્યવંતને પણ નથી મળતી; કેમકે સંસારમાં
એવું કોઈ પુણ્ય જ નથી કે જેનાથી બધું જ મનોવાંછિત મળે, ને સર્વદા રહે.
(પ૧–પ૪) કોઈ મનુષ્યને તો સ્ત્રી નથી; કોઈને સ્ત્રી છે તો પુત્રની પ્રાપ્તિ નથી; અને
કોઈને પુત્રની પ્રાપ્તિ છે તો શરીરમાં રોગ છે. વળી જો કોઈને નીરોગી શરીર હોય તો
ધન–ધાન્યની પ્રાપ્તિ નથી; અને જો ધન–ધાન્યની પણ પ્રાપ્તિ થઈ જાય તો મરણ જલ્દી
આવી પડે છે.