: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૯ :
કોઈ દુઃખો વડે જેનું માપ ન થઈ શકે એવા અનુપમ, પાંચપ્રકારના વિવિધ
દુઃખોને તે ભોગવે છે.
(૩પ) અસુરદેવો દ્વારા ઉપજાવેલું, પોતાના શરીરથી ઉપજેલું, અનેક પ્રકારનું માનસિક,
નરકક્ષેત્રથી ઉત્પન્ન થયેલું અને નારકીઓદ્વારા પરસ્પર કરવામાં આવેલું, –આ
રીતે પાંચપ્રકારના ભયંકર દુઃખોને નારકી જીવ ભોગવે છે.
(૩૬) નરકમાં તેને છેદીને તલ–તલ જેવડા કટકા કરી નાંખે છે, અને વળી તે તલ–તલ
જેવડા ટુકડાને ભેદી નાંખે છે, ભયાનક વજ્રાગ્નિમાં તેને બાફી નાંખે છે અને
દુર્ગંધી પરૂના કુંડમાં ફેંકી દે છે.
(૩૭) એવા જે અનેક દુઃખો નરકમાં એકસમયે જીવ સહન કરે છે તે બધા દુઃખોનું
વર્ણન હજાર જીભ વડે પણ થઈ શકતું નથી.
(૩૮) નરકક્ષેત્રનો સ્વભાવ જ એવો છે કે ત્યાંની બધી વસ્તુઓ અશુભ અને
દુઃખદેનારી છે; અને નારકી જીવો સદાકાળ એકબીજા ઉપર કૃપિત રહ્યા કરે છે–
એટલે દુઃખ દીધા કરે છે.
(૩૯) અન્ય ભવમાં જેઓ આ જીવના સ્વજન હતા તેઓ પણ નરકમાં અત્યંત ક્રોધી
થઈને હણે છે. –એ પ્રમાણે નરકમાં તીવ્રવિપાકના દુઃખને જીવ ઘણાકાળ સુધી
સહન કરે છે. (નારકીને પાંચ કરોડ, અડસઠ લાખ, નવ્વાણું હજાર પાંચસો
ચોરાશી ૫, ૬૮, ૯૯, ૫૮૪ રોગો અને બીજા અનેક દુઃખોનો તીવ્ર વિપાક
હોવાનું આ ગાથાની સંસ્કૃત ટીકામાં લખ્યું છે.)
[તિર્યંચગતિનાં દુઃખોનું વર્ણન]
(૪૦) જીવ તે નરકમાંથી નીકળીને અનેક પ્રકારનાં તિર્યંચપણે જન્મે છે, અને ત્યાં પણ
ગર્ભઅવસ્થામાં જ છેદન વગેરે દુઃખો પામે છે.
(૪૧) વળી બીજા તિર્યંચો તેને ખાઈ જાય છે, દુષ્ટ શિકારી વગેરે મનુષ્યો તેને હણી
નાંખે છે, એમ સર્વત્ર સંતપ્ત વર્તતો થકો તે ભયાનક દુઃખોને સહન કરે છે.
(૪ર) વળી તે તિર્યંચો પરસ્પર એક બીજાથી ભક્ષિત થઈને દારૂણ દુઃખને પામે છે.
અરે, જેના ગર્ભમાં ઉપજ્યો એવી માતા પોતે પણ જ્યાં પુત્રને ખાઈ જાય, ત્યાં
બીજું કોણ રક્ષા કરે? (–આવો અશરણ સંસાર છે)