: ૧૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧
(ર૯) જો દેવોના ઈન્દ્ર પોતાને પણ સ્વર્ગના ચ્યવનથી (–મરણથી) બચાવી શકતો
હોત તો, સર્વોત્તમ ભોગથી સંયુક્ત એવા સ્વર્ગલોકના વાસને તે શા માટે
છોડત?
(૩૦) હે ભવ્ય! તું પરમ શ્રદ્ધાપૂર્વક સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનું સેવન કર...એ જ તને
શરણરૂપ છે. આ સંસારમાં ભ્રમણ કરતા જીવોને એના સિવાય બીજું કોઈ પણ
શરણરૂપ નથી.
(૩૧) આત્માને ઉત્તમ ક્ષમાદિભાવરૂપે પરિણમાવવો તે શરણ છે; તીવ્ર કષાયયુક્ત જીવ
સ્વયં પોતે જ પોતાના આત્માને હણે છે.
વસ્તુસ્વરૂપ વિચારતાં શરણ આપને આપ;
વ્યવહારે પંચ–પરમગુરુ, અન્ય સકલ સંતાપ.
[બીજી અશરણઅનુપ્રેક્ષા સમાપ્ત]
આસ્રવ જીવનિબદ્ધ અધુ્રવ શરણહીન અનિત્ય છે;
એ દુઃખ દુઃખફળ જાણીને, એનાથી જીવ પાછો વળે.
–શ્રી કુંદકુંદસ્વામી.
૩. સંસાર–અનુપ્રેક્ષા
[આ ત્રીજી સંસારઅનુપ્રેક્ષામાં (ગા. ૩૨ થી ૭૩) ગાથાઓ દ્વારા,
મિથ્યાત્વ સંયુક્તજીવ ચારગતિમાં કેવાકેવા દુઃખો સહન કરે છે તેનું
વર્ણન કરીને, તેનાથી છૂટવા માટે શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માને
ધ્યાવવાનો ઉપદેશ આપ્યો છે.]
*******
(૩૨–૩૩) મિથ્યાત્વ અને કષાયથી સંયુક્ત જીવ એક શરીરને છોડીને બીજું ગ્રહણ
કરે છે; વળી તેને પણ છોડીને નવા–નવા શરીરને ગ્રહણ કરે છે, એમ ફરીફરીને
વારંવાર એક શરીરને છોડે છે ને અન્યને ગ્રહણ કરે છે. –આ રીતે, મિથ્યાત્વ
અને કષાયથી સંયુક્ત જીવને અનેક દેહોમાં જે સંસરણ થાય છે તેને જ સંસાર
કહેવાય છે.
[નરકગતિનાં દુઃખોનું વર્ણન]
(૩૪) જીવ પાપના ઉદયથી નરકમાં જાય છે અને ત્યાં ઘણાં દુઃખો સહન કરે છે; બીજા