Atmadharma magazine - Ank 382
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 55

background image
: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૫ :
‘અલિંગગ્રહણ’ આત્મા ને જાણ
દેહાદિક પુદ્ગલપિંડથી સર્વથા જુદું, ને રાગાદિ પરભાવોથી પણ
પાર, એવા પરમાર્થસ્વરૂપ આત્માનું અસાધારણ સ્વલક્ષણ બતાવીને,
પ્રવચનસાર ગા. ૧૭૨ માં આચાર્યભગવંતોએ જે અદ્ભુત આત્મસ્વરૂપ
પ્રકાશ્યું છે, તેના ઉપર ગુરુદેવના સ્વાનુભૂતિપ્રધાન પ્રવચનો સાંભળતાં
જે ઉર્મિ જાગી તે આ ‘આત્મવસ્તુ–સ્તવન’ માં કાવ્યરૂપે વ્યક્ત કરી છે.
(બ્ર. હ. જૈન)
(મંગલ દોહા)
વંદૂં શ્રી વીરનાથને સાધ્યું આત્મસ્વરૂપ;
ઈન્દ્રિયતીત અખંડ ને અદ્ભુત આનંદરૂપ.
નમું છું જિનવચનને ભાખે આત્મસ્વરૂપ,
શુદ્ધઉપયોગ–પ્રકાશથી જાણ્યું આત્મસ્વરૂપ.
પરમ રૂપ નિજ આત્મનું દેહાદિકથી પાર,
ચેતનચિહ્ને ગ્રાહ્ય જે પર લિંગોથી પાર.
(રાગ: હરિગીત જેવો)
અદ્ભુત આત્મસ્વરૂપને પ્રભુ કુંદકુંદ–પ્રકાશતા,
અમૃતસ્વામી હૃદયખોલી પરમ અમૃત રેડતા.
સ્વાનુભૂતિમાં આવતો તે આત્મ આનંદમય અહો,
ભવિ જીવ સૂણતાં સાર તેનો શુદ્ધ સમકિતને લહો.