: ૨૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧
છે ચેતનાગુણ ગંધ–રૂપ–રસ–શબ્દ વ્યક્તિ ન જીવને,
વળી લિંગગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને.
નથી રૂપ કોઈ જીવમાં તેથી ન દીસે નેત્રથી,
વળી રસ પણ જીવને નહિ તેથી ન દીસે જીભથી.
જીવ શબ્દવંત નથી અરે, તેથી ન દીસે કાનથી,
નથી સ્પર્શ જીવમાં કોઈ તેથી ગ્રાહ્ય છે ના હસ્તથી.
વળી ગંધ જીવમાં છે નહિ તેથી ન આવે નાકમાં,
છે ઈન્દ્રિયોથી પાર તે આવે ન ઈન્દ્રિયજ્ઞાનમાં.
અસંખ્યપ્રદેશી આત્મ છે, સંસ્થાન કો નિશ્ચિત નહીં;
નિજચેતનાથી શોભતો બસ! એ જ લક્ષણ છે સહી.
નિજચેતનાને અન્ય કોઈ સાથ સંબંધ છે નહિ,
બસ, દ્રવ્ય–ગુણ–પર્યયસ્વરૂપે શોભતો નિજમાં રહી.
હવે વીસ બોલો સાંભળો! અલિંગગ્રહણ આત્મના,
એ જાણવાનું ફળ થશે સ્વાનુભૂતિ નિજઆત્મમાં.
૧. જ્ઞાયક આતમરામ છે તે જાણતો નથી ઈન્દ્રિથી,
એ તો અતીન્દ્રિય જ્ઞાનમય છે કેમ જાણે ઈન્દ્રિથી?
૨. ઈન્દ્રિયવશ છે જ્ઞાન જે તે આત્મને કદી નવ ગ્રહે,
છે ઈન્દ્રિયોથી પાર જીવ તે અક્ષ–પ્રત્યક્ષ કેમ બને?
૩. ઈન્દ્રિયોના ચિહ્નથી અનુમાન થાય ન આત્મનું;
અનુમાન ઈન્દ્રિયદ્વારથી તો માત્ર રૂપી પદાર્થનું.
૪. સંવેદ્યરૂપ નિજઆતમા, અનુમાનથી તે પાર છે;
કોઈ માત્ર અનુમાને કરી નહીં જીવને જાણી શકે.
૫. પ્રત્યક્ષગ્રાહી આતમા પરને ભલે તે જાણતો,
પણ માત્ર અનુમાને નહિ, પ્રત્યક્ષ પૂર્વક જાણતો.
૬. પ્રત્યક્ષજ્ઞાતા જીવ છે, ત્યાં લિંગનું શું કામ છે?
નથી લિંગ દ્વારા જાણતો, પ્રત્યક્ષજ્ઞાયક જીવ છે.