પૂજ્ય બહેનશ્રીએ સ્વાનુભૂતિયુક્ત જાતિસ્મરણજ્ઞાન દ્વારા
આપણને પૂજ્ય ગુરુદેવનું તીર્થંકરદ્રવ્યત્વ ઓળખાવી, તેમની ચમત્કારિક
વિશેષતાઓને પ્રકાશમાં લાવીને તેમનો લોકોત્તર મહિમા પ્રસિદ્ધ કર્યો છે;
આપણામાં તેમના પ્રત્યે અગાધ શ્રદ્ધા, ભક્તિ તથા બહુમાન પ્રજ્વલિત
કર્યાં છે. અહો! સનાતન જિનેન્દ્રમાર્ગની સત્યતાના સાક્ષીભૂત સાતિશય
વિમળ જ્ઞાન દ્વારા જિનશાસનની આ રીતે અનુપમ પ્રભાવના કરીને પૂજ્ય
બહેનશ્રીએ આપણા ઉપર ખરેખર અસાધારણ ઉપકાર કર્યો છે.
આવા અનેકવિધ ઉપકારોથી આર્દ્ર ભક્તહૃદયો પૂજ્ય બહેનશ્રી
પ્રત્યે ભક્તિબહુમાન વ્યક્ત કરવા–તેમની જન્મજયંતીનો સુઅવસર
ઊજવવા–થનગની રહે તે સ્વાભાવિક છે.
અહો! સ્વાનુભૂતિસંપન્ન એકભવતારી શકે્રન્દ્ર પણ જો ઠાઠમાઠથી
રચેલી ‘તાંડવ લીલા’ દ્વારા બાળતીર્થંકરની અતિ થનગનાટભરી ભક્તિ
કરે છે, તો પ્રાથમિકભૂમિકોન્મુખ મુમુક્ષુગણ જન્મજયંતી જેવા મંગળ
અવસરે ઉપકારીની ભક્તિ કેમ ચૂકે? –‘न हि कृतमुपकारं साधवो
विस्मरन्ति। ’ આવા અવસરે તો ભક્ત જીવો તન–મન–ધનથી
સર્વસ્વાર્પણભાવે થનગની ઊઠે છે. નિર્મળ રત્નત્રયના આરાધક,
શુદ્ધાત્માનુભૂતિસંપન્ન ઉપકારી ધર્માત્માની યથાર્થલક્ષી વિવિધ ભક્તિના
આવા વિશેષ પ્રસંગે ભક્તહૃદયો આનંદવિભોર થઈ અંતર્બાહ્ય ઊછળી પડે
તેમાં વિસ્મય શો?
આ મંગળ મહોત્સવ સકલ મુમુક્ષુસમાજે સુવર્ણપુરીમાં નિમ્ન
પ્રકારે ઊજવ્યો હતો:–
* વાત્સલ્યપર્વ –શ્રાવણી પૂર્ણિમા–થી પ્રારંભ થતા ત્રણ દિવસના આ
જન્મોત્સવમાં, મંગલ કામનાના પ્રતિકરૂપે, ’ શ્રી પંચપરમેષ્ઠી–
મંડલવિધાનપૂજા ’ સુરેન્દ્રનગરનિવાસી શ્રી જગજીવનદાસ
ચતુરભાઈ શાહના પરિવાર તરફથી રાખવામાં આવી હતી.
* ઉત્સવના ત્રણેય દિવસ સુવર્ણપુરીનું વાયુમંડળ મધુરાં ગીત–
વાદનથી ગુંજતું હતું. શ્રી જિનમંદિર, પરમાગમમંદિર,
સ્વાધ્યાયમંદિર તથા બ્રહ્મચર્યાશ્રમ ઉપર ઉત્સવની સુશોભાર્થ
રચાયેલી વિવિધરંગી વિદ્યુજ્જ્યોતિઓ જાણે શુદ્ધાત્મરંગી,
વિમલવિજ્ઞાનજ્યોર્તિધરના પ્રશમસ્યંદી તેજસ્વી કિરણોનો લાભ
લેવા જગતને બોલાવતી હોય તે રીતે અતિશય દીપતી હતી.
* શ્રાવણ વદ બીજના–જન્મજયંતીના–દિવસે વહેલા પ્રભાતે
પ્રાતઃદર્શન સમયે આંનદભેરી સાથે–