“જન્મવધાઈના રે કે સૂર મધુર ગાજે સાહેલડી,
તેજબાને મંદિરે કે ચોઘડિયાં વાગે સાહેલડી;
કુંવરીના દર્શને રે કે નરનારી હરખે સાહેલડી,
વીરપુરી ધામમાં રે કે કુમકુમ વરસે સાહેલડી.”
–આવાં જન્મવધાઈનાં વિવિધ સુમધુર ગીતોથી તથા જયકારના
મંગલ નાદોથી બ્રહ્મચર્યાશ્રમ આનંદવિભોર થઈ ગુંજતો હતો.
* પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં બહેનશ્રી પધાર્યાં ત્યારે દુંદુંભિવાદન
તથા જયકારના ઉચ્ચ નાદોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તે શુભ પ્રસંગે જમશેદપુરનિવાસી શ્રી હેમકુંવરબેન કામાણીએ
તથા રાજકોટનિવાસી શ્રી નાનાલાલભાઈ જસાણીના પરિવારે
પરમ આદરણીય પૂજ્ય બહેનશ્રીના અધ્યાત્મજ્ઞાનપ્રતિભાયુક્ત
તેજસ્વી લલાટમાં કેસરનું તિલક કરીને, હીરા વગેરે વિવિધ
રત્નોથી વધાવવાની વિધિથી, પૂજ્ય ગુરુદેવના મંગલ સાન્નિધ્યમાં
વિશાળ મુમુક્ષુસમુદાયની ઉપસ્થિતિમાં પૂ. બહેનશ્રીનું વિશિષ્ટ
બહુમાન કર્યું હતું. આ મનોહારી પ્રસંગનું ભક્તિપૂર્ણ દ્રશ્ય નિહાળી
પ્રેક્ષકોનાં હૈયાં આનંદોલ્લાસથી નાચી ઉઠયાં હતાં; પૂજ્ય ગુરુદેવ
પણ ગદ્ગદ્ થઈ આશિષભરી અમીદ્રષ્ટિથી આ ભક્તિદ્રશ્યને
પ્રસન્નતાપૂર્વક અવલોકી રહ્યા હતાં; મંગલ ગીતો તથા
હર્ષોલ્લાસભર્યા મધુરા નાદોથી વાયુમંડલ ગાજી ઊઠયું હતું;
પ્રફુલ્લતા અને પ્રસન્નતાથી સર્વનાં હૈયાં આનંદવિભોર થઈ ગયાં હતાં.
* આજના જન્મોત્સવના મંગલપ્રસંગે પૂજ્ય ગુરુદેવે પ્રવચનના
પ્રારંભમાં જ બહેનશ્રીની પવિત્રતા, નિર્મળ સ્વાનુભૂતિ અને
જાતિસ્મરણજ્ઞાનને વિશેષ પ્રકાશિત કરીને તેમનો મહિમા પ્રસિદ્ધ
કર્યો હતો. બહેનશ્રીને સં. ૧૯૮૯ માં સ્વાનુભૂતિ પ્રગટ થઈ હતી;
તે વખતે તેમને પુરુષાર્થનું ઘણું જોર હતું; સં. ૧૯૯૩ માં ધ્યાનમગ્ન
દશામાંથી બહાર આવતાં તેમને જાતિસ્મરણજ્ઞાનની પ્રથમ સ્ફુરણા
થઈ હતી; અને ત્યાર પછી ધર્મ સાથે સંબંધવાળી ઘણી વિગતો
જાતિસ્મરણજ્ઞાનમાં ખૂલી હતી; –ઈત્યાદિ વિષયો પર ગુરુદેવે
પ્રકાશ પાડયો હતો. પ્રસન્નચિત્તે ધીર–ગંભીરપણે પંદર મિનિટ
સુધી પૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી વરસેલી મહિમાદ્યોતક
અમૃતવર્ષાથી મંત્રમુગ્ધ શ્રોતાસમુદાય ખૂબ આનંદિત થઈ ગયો હતો.
* પ્રવચન પછી શ્રી ગિરધરલાલ નાગરદાસ શાહ, શ્રી બાબુભાઈ
ચુનિલાલ મહેતા, શ્રી ચંપકભાઈ ડગલી તથા શ્રી મણિભાઈ
મુનઈવાળાએ પોતપોતાના સંક્ષિપ્ત વક્તવ્ય દ્વારા પૂ. બહેનશ્રીને
આ શુભ પ્રસંગે ભાવાર્દ્ર શ્રદ્ધાંજલિ સમર્પિત કરી હતી. ત્યાર પછી
જન્મજયંતીની ખુશાલીમાં ભક્તિપુષ્પરૂપે મુમુક્ષુઓ દ્વારા