Atmadharma magazine - Ank 382
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 55

background image
સમર્પિત ‘૬૨’ આંકના એકમથી રૂા. ૪૦, ૦૦૦ ઉપરાંતની રકમો
જ્ઞાનપ્રચાર ખાતે જાહેર થઈ હતી.
* પૂ. બહેનશ્રીની ૬૨ મી જન્મજયંતીના આ શુભ અવસરે સંસ્થાને
સમર્પિત કરવામાં આવેલી કલાકૃતિઓ–શ્રી સુરેશભાઈ સંઘવી તરફથી
પૂજ્ય ગુરુદેવનાં ભવોનાં યંત્રમઢેલાં ફરતાં મનોહર રંગીન ચિત્રો, શ્રી
ચંપકભાઈ ડગલી તરફથી દર્પણ–કાચમાં કોતરેલું, સીમંધરનાથની
સભામાં કુંદકુંદાચાર્યના આગમન સમયે વિદેહના રાજકુમાર વગેરેની
ઉપસ્થિતિ દર્શાવતું કલામય સુંદર ચિત્ર અને શ્રી નાનાલાલભાઈ
જસાણીના પરિવાર તરફથી પૂજ્ય બહેનશ્રીની મુદ્રાવાળા ચાંદીના સિક્કા,
વગેરે દર્શનીય વસ્તુઓ મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી.
* આજના મંગલ દિવસે બહેનશ્રીબેનના ઘરે કૃપાળુ ગુરુદેવની
મંગલ પધરામણી તથા આહારદાનના આનંદકારી પ્રસંગ પછી આશ્રમના
સ્વાધ્યાયભવનમાં પૂ. બહેનશ્રીનાં પુનિત દર્શનથી પાવન થવા તથા
જન્મોત્સવ–અભિવાદન કરવા સમગ્ર મુમુક્ષુસમાજ ઉપસ્થિત થયો હતો.
તે પ્રસંગે મુમુક્ષુભાઈઓ તરફથી બે શબ્દો કહેવા માટે વિનંતિ કરવામાં
આવતાં બહેનશ્રીએ પૂ. ગુરુદેવનો ખૂબ મહિમા તથા ઉપકાર પ્રસ્તુત
કરીને ગુરુદેવે બોધેલા સ્વ–પરભેદવિજ્ઞાનને તથા પરથી જુદા
નિજશુદ્ધાત્માને સાધવાની મુમુક્ષુજીવની અંદરની ધગશ વગેરે આત્માર્થને
સ્પર્શતી ગંભીર વાતો મીઠી અને સુંદર શૈલીથી અતિ સંક્ષેપમાં પ્રકાશી
હતી. અભિવંદનાનો આ શુભ પ્રસંગ પણ ભક્તિગીતો તથા જયનાદોથી
ચિત્તને પ્રસન્ન કરતો હતો. અનન્યશરણ ધર્મમાતા પ્રત્યે સર્વસ્વાર્પણભાવે
શ્રદ્ધા–ભક્તિ દ્વારા અભિવ્યક્ત થતો બ્રહ્મચારી બહેનોનો ઉમંગ ઉત્સવને
દીપાવતો હતો.
* આ આનંદોત્સવની ખુશાલીમાં આજે સૂરતનિવાસી શ્રી વ્રજલાલ
ભાઈલાલ ડેલીવાળા તરફથી ‘સાધર્મીવાત્સલ્ય’ હતું. શ્રી હસમુખલાલ
કાંતિલાલ ગાંધી–બોટાદવાળા તરફથી શ્રીફળની પ્રભાવના થઈ હતી.
* રાત્રે મુમુક્ષુ મહિલાસમાજમાં પૂજ્ય બહેનશ્રીનું
અધ્યાત્મતત્ત્વસ્પર્શી પ્રશમરસઝરતું વાંચન થયું હતું; ત્યારબાદ પૂજ્ય
બહેન શાંતાબેનના અધ્યાત્મ વાંચન પછી બ્રહ્મચારી બહેનો વગેરે દ્વારા
ભક્તિનાં ગીતો તથા રાસગરબા ઈત્યાદિ પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં.
આ રીતે ભક્તજનોએ આજનો આ મંગલમય ઉત્સવ સુવર્ણપુરીમાં
અત્યાનંદોલ્લાસપૂર્વક ઊજવ્યો હતો.