: ૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૫૦૧
ચારિત્ર વગર મોક્ષ થાય નહિ–એ વાત તદ્ન સાચી છે. –પણ તે ચારિત્ર કયું? કે
ઉપર કહ્યું તેવું વીતરાગી. ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતાથી જ વીતરાગભાવરૂપ ચારિત્ર
થાય છે. –આવા ચારિત્રનું સ્વરૂપ ઓળખીને સમ્યગ્દર્શન–જ્ઞાન પછી પરિણામની
શુદ્ધતાઅનુસાર દ્રઢચારિત્ર ધારણ કરવું. વધારે શક્તિ ન હોય તો ઓછું ચારિત્ર લેવું પણ
ચારિત્રમાં શિથિલાચાર ન રાખવો. દ્રઢ પાલનપૂર્વક તેમાં આગળ ને આગળ વધાય તેમ કરવું.
ધર્મી–શ્રાવકને જોકે મુનિ જેવું ચારિત્ર નથી હોતું પરંતુ તેને ભાવના તો
મુનિપણાની હોય છે. તેની ભાવનાપૂર્વક તે હિંસાદિ પાપોને નિયમપૂર્વક છોડીને
અહિંસાદિક વ્રતોનું પાલન કરે છે. અને તે અહિંસા વગેરેની પુષ્ટિ માટે ત્રણ ગુણવ્રત
તથા ચાર શિક્ષાવ્રત પાળે છે.
દિગ્વ્રત, દેશવ્રત અને અનર્થદંડ–પરિત્યાગવ્રત–એ ત્રણ ગુણવ્રતો છે કેમકે તેઓ
વ્રતના પાલનમાં ગુણ કરનારાં છે.
* દશે દિશા સંબંધમાં મર્યાદા નક્કી કરીને તેનાથી બહારના ક્ષેત્રમાં જીવનપર્યંત ન
જવું તેમજ પત્ર–વ્યવહાર વગેરે દ્વારા પણ તેની સાથે વેપાર વગેરેનો સંબંધ ન
રાખવો તેનું નામ દિગ્ (–દિશા) વ્રત છે.
* દિગ્વ્રતમાં જેટલી છૂટ હોય તેમાંથી પણ અમુક ક્ષેત્રમાં જવાનો અમુક સમય સુધી
ત્યાગ કરવો તે દેશાવકાશ–વ્રત છે.
* વગર પ્રયોજને પાપની પ્રવૃત્તિઓ–જેવી કે લડાઈની વાતો, બીભત્સ ફિલ્મો
જોવાનું, ભૂમિ ખોદવી, વગર મફતનું ધોધમાર પાણી ઢોળવું, ફૂલ–ઝાડ તોડવા,
પ્રાણીઓને દુઃખ થાય તેવી રમત રમવી, કોઈ લડતા હોય તેને ઉત્તેજન આપવું,
કે બીજાની નિંદામાં રસ લેવો–એવા પ્રકારની અનર્થરૂપ પાપ પ્રવૃત્તિનો ત્યાગ તે
અનર્થદંડ–પરિત્યાગ વ્રત છે. (અનર્થદંડ વ્રત એમ ટૂંકામાં બોલાય છે, પણ પૂરું નામ
‘અનર્થદંડ–પરિત્યાગ’ છે. એ જ રીતે ‘ચોવિયાર’ ટૂંકામાં કહેવાય છે ખરેખર ચૌવિધ–
આહારનો ત્યાગ તે પ્રત્યાખ્યાન છે. –એમ દરેક ભાવ સમજવા જરૂરી છે.)
ત્યાર પછી, સામાયિક, પ્રૌષધઉપવાસ, ભોગોપભોગ–પરિણામ અને
અતિથિસંવિભાગ (–મુનિ વગેરેને આહાર દાનની ભાવના) –એ ચાર શિક્ષાવ્રત છે,
તેના અભ્યાસ વડે શ્રાવક મુનિપણાની ભાવના પુષ્ટ કરે છે. તેને દર્શનપડિમા અને
વ્રતપડિમા ઉપરાંત આગળ વધતાં સામાયિક પડિમા, પ્રૌષધઉપવાસ, સચિત્તત્યાગ,
રાત્રિભોજનત્યાગ, બ્રહ્મચર્ય, આરંભત્યાગ, પરિગ્રહત્યાગ, ઉદ્ષ્ટિ ભોજનત્યાગ, અને
અનુમતિત્યાગ–એમ–કુલ ૧૧ પડિમા હોય છે. જો કે આમાં રાત્રિભોજનત્યાગ વગેરે
સદાચારો તો સામાન્ય ગૃહસ્થોનેય હોય છે પણ પડિમાવાળા શ્રાવકને તે બધું અતિચાર
રહિત, પ્રતિજ્ઞાપૂર્વક હોય છે. શ્રાવકને વસ્ત્રધારણ હોય છે, પરંતુ મુનિ થયા પછી શરીર
પર કોઈ પણ પ્રકારનું વસ્ત્રધારણ રહેતું નથી. માટે જૈનમુનિને નિર્ગ્રંથ કહેવાય છે. આવી
દશા વગર મોક્ષ થતો નથી.