: ભાદરવો : ૨૫૦૧ આત્મધર્મ : ૧૩ :
જ્ઞાન શોભે છે. સમ્યગ્જ્ઞાન તે અમૃત સમાન છે, તે જ મોક્ષમાર્ગી જીવની આંખ છે;
સમ્યગ્જ્ઞાનચક્ષુ વડે આખું જગત જણાય છે, ને વસ્તુસ્વરૂપ ઓળખીને મોક્ષમાર્ગ સધાય
છે. તેનું નિત્ય આરાધન કરો.
રાજાએ પ્રસન્નતાપૂર્વક કહ્યું: હે પ્રભો! હવે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનપૂર્વક,
જેનું પાલન આપના જેવા વીતરાગ મુનિવરો કરે છે એવા સમ્યક્ચારિત્રનું સ્વરૂપ કૃપા
કરીને કહો.
ચારિત્રધારી મુનિરાજે સમ્યક્ચારિત્રનું સ્વરૂપ બતાવતાં કહ્યું: હે રાજન!
સાંભળો! સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનપૂર્વક શુદ્ધોપયોગ વડે આત્મસ્વરૂપમાં લીન થવું–
ચરવું તે ચારિત્ર છે. તે ચારિત્રમાં રાગ નથી. મુનિઓને આવા શુદ્ધભાવરૂપ ચારિત્રની
સાથે, હિંસાદિ સમસ્ત પાપોનો અભાવ, અને અહિંસાદિ મહાવ્રતોનું પાલન હોય છે;
એટલે વ્યવહારથી ચારિત્રના ૧૩ પ્રકાર છે: અહિંસા, સત્ય, દત્ત, બ્રહ્મચર્ય, અપરિગ્રહ
(એ પાંચ મહાવ્રત), મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ (એ ત્રણ ગુપ્તિ), ઈર્યા, ભાષા,
એષણા, આદાનનિક્ષેપણ અને પ્રતિષ્ઠાપન (એ પાંચ સમિતિ). –સર્વસંગત્યાગી નિર્ગ્રંથ
–મુનિવરોને રત્નત્રયની શુદ્ધપરિણતિ સહિત આવા તેર પ્રકારના ચારિત્રનું પાલન હોય
છે. –આ સમ્યક્ચારિત્ર સાક્ષાત્ મોક્ષસુખ દેખારું છે...એનો મહિમા અપાર છે.
હે ભવ્ય! આ રીતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું; તે ત્રણેને તું
રાગ વગરનાં જાણ. ‘सरधो जानो भावा लाई, तीनोमें ही रागा नांही! ’ હે મુમુક્ષુ
જીવો! રત્નત્રયનો અચિંત્ય મહિમા જાણીને તેનાથી આત્માને અલંકૃત કરો.
સમ્યગ્દર્શનરૂપી હારને તો ગળે લગાવો, સમ્યગ્જ્ઞાનનાં કુંડળ કાનમાં પહેરો, ને
સમ્યક્ચારિત્રરૂપી મુગટને મસ્તક ઉપર ધારણ કરો. સિદ્ધાંતનું સર્વસ્વ આ રત્નત્રય છે,
રત્નત્રય એ જ જીવનું સાચું જીવન છે. તેમાં નિશ્ચયરત્નત્રય શુદ્ધઆત્માના જ આશ્રયે
હોવાથી પરમ ઉત્તમ છે, ને તે મોક્ષનું સાક્ષાત્ કારણ છે; ધ્યાનમાર્ગ વડે તેની પ્રાપ્તિ થાય
છે. માટે મુમુક્ષુ જીવોએ અવશ્ય પ્રયત્નપૂર્વક તેનું આરાધન કરવું જોઈએ.
રત્નત્રયનો આવો સુંદર મહિમા સાંભળીને વૈશ્રવણ રાજાએ કહ્યું:– હે સ્વામી!
આવા રત્નત્રય ધારણ કરવાની મારી ભાવના છે, પરંતુ અત્યારે હું અસમર્થ છું. અત્યારે
તો સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાનની આરાધનાપૂર્વક ચારિત્રની ભાવના ભાવું છું. હે પ્રભો!
એ રત્નત્રય પ્રત્યે પરમભક્તિ–બહુમાનપૂર્વક ઠાઠમાઠથી તેની મહાન પૂજા કરવાની મારી
ભાવના છે, તો તે રત્નત્રયવ્રતનું વિધાન મને સમજાવો. તેના વડે હું રત્નત્રયની ભક્તિ
કરીશ, અને ભવિષ્યમાં રત્નત્રયની સાક્ષાત્ આરાધના કરીને ચારિત્રપદ અંગીકાર
કરીશ.