Atmadharma magazine - Ank 383
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 45

background image
: ભાદરવો : ૨૫૦૧ આત્મધર્મ : ૧૫ :
શ્રી મુનિરાજ પાસેથી રત્નત્રયવ્રતનું વિધાન સાંભળીને વૈશ્રવણરાજાને ઘણો હર્ષ
થયો. ને મુનિરાજને વંદન કરીને રાજમહેલે આવ્યો. તેણે રત્નત્રયવ્રત–વિધાનનો મહાન
ઉત્સવ કરીને, તેના ઉદ્યાપન વડે જૈનધર્મની મહાન પ્રભાવના કરી.
–એ રીતે ધર્મનું આચરણ કરતા–કરતા એક દિવસ તે વૈશ્રવણરાજા વનવિહાર
કરવા ગયા; જતી વખતે રસ્તામાં એક સુંદર વડનું ઝાડ દેખ્યું ને પાછા ફરતાં તે ઝાડ
વીજળી પડવાથી ભસ્મીભૂત થઈ ગયેલું જોયું. –આવી ક્ષણભંગુરતા દેખીને રાજાનું ચિત્ત
એકદમ સંસારથી વિરક્ત થઈ ગયું. ઉત્તમ બાર વૈરાગ્યભાવનાપૂર્વક, સંસાર–ભોગ
છોડીને, શરીરનું પણ મમત્વ છોડીને, શ્રીનાગ નામના મુનિરાજ સમીપ જઈને જિનેશ્વરી
દીક્ષા અંગીકાર કરી ને આત્મધ્યાનમાં શુદ્ધોપયોગવડે સમ્યક્રત્નત્રયદશા પ્રગટ કરી;
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે મોક્ષના સાક્ષાત્ આરાધક થયા.
રત્નત્રયધારી તે વૈશ્રવણ મુનિરાજે દર્શનશુદ્ધિ વગેરે ૧૬ ભાવના વડે
તીર્થંકરનામકર્મ બાંધ્યું; બાર અંગના જ્ઞાન વડે તેઓ શ્રુતકેવળી થયા; પછી અનુક્રમે
સમાધિમરણ કરી, અપરાજિત વિમાનમાં અહમિન્દ્ર થઈ, આ ભરતક્ષેત્રમાં બંગપ્રાંતની
મિથિલા નગરીમાં અવતાર લઈ, રત્નત્રયધર્મના પ્રતાપે ૧૯ મા મલ્લિનાથ તીર્થંકર થયા,
અને દિવ્યધ્વનિવડે જગતના જીવોને રત્નત્રયધર્મનો માર્ગ બતાવ્યો. તે માર્ગ આજે પણ
જયવંત વર્તે છે.
તે મલ્લિનાથ તીર્થર્ંકરને નમસ્કાર હો.
રત્નત્રય–ધર્મ જયવંત વર્તો.
સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્માને નિદ્રાઅવસ્થા વખતે ચક્ષુ વગેરે
ઈન્દ્રિયવિષયોમાં ભલે પ્રતિબંધ હો, પરંતુ તે વખતેય
અતીન્દ્રિયસ્વભાવી પોતાનો આત્મા, તેની પ્રતીતરૂપ આત્મદર્શનમાં
તેને કોઈ પ્રતિબંધ નથી. જાગતી વખતે જેવી આત્મશ્રદ્ધા છે, ઊંઘતી
વખતે પણ તેવી જ આત્મશ્રદ્ધા વર્તી રહી છે. માટે જ્ઞાનીને સદા જાગૃત
કહ્યા છે...તેની જ્ઞાનચેતના એવી જાગૃત છે કે પોતાના સ્વકાર્યને ઊંઘ
વખતેય તે છોડતી નથી. “વાહ જ્ઞાની! ધન્ય તારી જાગૃત ચેતના! ”